Gujarat Exclusive > ગુજરાત > દક્ષિણ ગુજરાત > સુરતમાં કોરોનાના કેસો વધતા બે નિવૃત અધિકારીઓને OSD તરીકે નિમણૂંક અપાઇ

સુરતમાં કોરોનાના કેસો વધતા બે નિવૃત અધિકારીઓને OSD તરીકે નિમણૂંક અપાઇ

0
419

અનિલ પુષ્પાંગદન, ગાંધીનગર: અમદાવાદ શહેર બાદ સુરતમાં કોરોનાના કેસો વધવાને કારણે રાજ્ય સરકારે બે નિવૃત અધિકારીઓને સુરત મહાનગરપાલિકામાં OSD (ઓફિસર ઓન સ્પેશ્યલ ડ્યુટી) તરીકે નિમણૂંક આપી છે. સરકારે કરેલી બે નિમણૂંકમાં એક નિવૃત સનદી અધિકારી જ્યારે અન્ય એક અધિકારી ગેસ કેડરના છે. આ બન્ને અધિકારીઓને એક વર્ષ માટે કોન્ટ્રાક્ટ ઉપર લેવામાં આવ્યા છે.

સુરત શહેરમાં છેલ્લા એક અઠવાડિયાથી કોરોનાના કેસો વધવાને કારણે રાજ્ય સરકારે સુરત મહાનગરપાલિકામાં બે નિવૃત અધિકારીઓને OSD તરીકે નિમણૂંક આપી છે. મોરબી જિલ્લા કલેક્ટર તરીકે નિવૃત થયેલા 2004 બેન્ચના સનદી અધિકારી જેઆર માંકડિયા અને સુરત DRDO (જિલ્લા ગ્રામ વિકાસ અધિકારી) વીપી મચ્છારને સુરત મહાનગરપાલિકામાં એક વર્ષ માટે કોન્ટ્રાક્ટ ઉપર નિમણૂંક આપવામાં આવી છે. નિવૃત સનદી અધિકારી જેઆર માંકડિયા ગયા ડિસેમ્બર મહિનામાં મોરબી કલેક્ટર તરીકે નિવૃત થયા હતા. જ્યારે વીપી મચ્છાર ગયા મહિને ડીઆરડીઓના ડાયરેક્ટર તરીકે નિવૃત થયા હતા.

રાજ્ય સરકારે જૂન મહિનામાં વલસાડ જિલ્લા કલેક્ટર તરીકે નિવૃત થયેલા સીઆર ખરસાણને અમદાવાદ મહાનગરપાલિકાના OSD બનાવ્યા હતા. ત્યારબાદ વધુ બે નિવૃત અધિકારીઓને રાજ્ય સરકારે સુરત મહાનગરપાલિકામાં OSD તરીકે નિમણૂંક આપી છે.