Gujarat Exclusive > ગુજરાત > મધ્ય ગુજરાત > છોટા રાજનના વધુ બે સાગરિતોની વલસાડથી ધરપકડ

છોટા રાજનના વધુ બે સાગરિતોની વલસાડથી ધરપકડ

0
491

ગુજરાત ATSની ટીમે છોટા રાજનના બે સાગરિતોને વલસાડ ખાતેથી ઝડપી પાડ્યા છે. આ આરોપીઓની વધુમાં પુછતાછ કરતા તેઓએ જણાવ્યું હતુ કે, છોટા રાજન આ લોકોને લોકોમાં ભય ફેલાવવા માટે અને ફાયરિંગ કરવા માટે રુપિયા આપતો હોવાનો ખુલાસો થયો છે.

આ પણ વાંચો:કાર-બાઈક વચ્ચેના અકસ્માતમાં 2 ના ઘટનાસ્થળે મોત

જાન્યુઆરી 2020માં ચણોદ વાપી સેલવાસ રોડ પર આવેલી ઈન્ડિયા ઈન્ફોલાઇન ફાઇનાન્સ લિમિડેટ ( આઈઆઈએફએલ)ની ઓફિસમાં બંદૂકની અણીએ અને નારિયેળ કાપવાના છરા સાથે ઘૂસી જઈ સોનાના દાગીના તથા રોકડ રૂપિયા મળી કુલ અંદાજિત રૂ. 7 કરોડની લૂંટ કરી હતી. એટીએસની ટીમે શરમત બૈગ ઉફૅ ખલીલ બેગ (રહે. નિર્મલ એપાર્ટમેન્ટ, નાલાસોપારા ઈસ્ટ મુંબઈ)ને મુંબઈથી તેમજ સંતોષ નાયક ઉર્ફે રાજેશ ખન્ના કુમાર નાયક (રહે. ચીકમંગલૂર, કર્ણાટક)ને કર્ણાટકથી ઝડપી વધુ કાર્યવાહી હાથ ધરી હતી.

વલસાડ LCB દ્વારા બંને આરોપીઓની કરવામાં આવી રહેલી કડક પુછતાછમાં બંને આરોપીઓએ ચોંકાવનારો ખુલાસો કર્યો હતો. ફક્ત વલસાડ જ નહીં પણ આરોપીઓએ મહારાષ્ટ્રમાં પણ બે લૂંટ કરી હોવાની કબૂલાત કરતાં પોલીસબેડમાં પણ ચકચાર મચી જવા પામી હતી. આ ઉપરાંત તેઓએ કહ્યું હતું કે, છોટા રાજન ભય ફેલાવવા માટે રૂપિયા આપતો હતો. અને લોકોને ડરાવવા માટે પોતાના સાગરિતો પાસે ફાયરિંગ કરાવતો હતો.

નર્મદા: કાર-બાઈક વચ્ચેના અકસ્માતમાં 2 ના ઘટનાસ્થળે મોત, 2 ઘાયલ