સરકારે નાણાકીય વર્ષ 2021-22માં વિનિવેશથી 1.75 લાખ કરોડ રૂપિયા ભેગા કરવાનો ટાર્ગેટ મૂક્યો છે. નાણામંત્રી નિર્મલા સીતારમણે બજેટની જાહેરાત કરી છે. તેમને જણાવ્યું કે, IDBI બેંક ઉપરાંત આગામી નાણાકીય વર્ષમાં 2 અને સરકારી બેંકોનું ખાનગીકરણ કરવામાં આવશે. જોકે, તેમને બેંકોનું નામ જણાવ્યા નહતા.
કઈ બે બેંકોનું ખાનગીકરણ કરવામાં આવશે, તે હજું સુધી સ્પષ્ટ થયું નથી. પરંતુ સરકાર આગામી નાણાકીય વર્ષમાં પોતાના વિનિવેશના લક્ષ્યને પૂરૂ કરવાની પૂરેપૂરી કોશિશ કરશે. સરકારની લિસ્ટમાં આઈડીબીઆઈ બેંકનું વિનિવેશ પહેલાથી નક્કી હતું. તેવામાં બેંક ગ્રાહકોની સાથે-સાથે રોકાણકારોના મનમાં પણ પ્રશ્ન ઉભા થઈ રહ્યાં છે કે, તે બે કંઈ બેંકો છે, જે આવનારા દિવસોમાં પ્રાઈવેટ બેંક બની જશે.
બધી જ રીતની અટકળો લગાવવામાં આવી રહીછે, પરંતુ તસવીર સરકારી જાહેરાત પછી જ સ્પષ્ટ થઈ શકશે. ગ્રાહક તે મૂંઝવણમાં છે કે, જો તેમની બેંક પ્રાઈવેટ થઈ તો પછી તેમના ખાતા ઉપર શું અસર પડશે? જોકે, બજેટમાં સરકારી જાહેરાત પછી બધી જ સરકારી બેંકોના શેરોમાં તેજી જોવા મળી રહી છે.
આ પણ વાંચો: સંયુક્ત કિસાન મોરચાએ બે નેતાઓને કર્યા સસ્પેન્ડ, ટ્રેક્ટર પરેડ રૂટ ઉલ્લંઘનનો આરોપ
અસલમાં સરકારે ઘણા સમય પહેલા જ સ્પષ્ટ કરી દીધું હતુ કે, સરકારી બેંકોની સંખ્યા ઘટાડવામાં આવશે. આ કડીમાં પાછલા વર્ષે 10 બેંકોનું વિલય કરીને 4 બેંક બનાવી દેવામાં આવ્યા. હવે સરકાર કેટલીક અન્ય સરકારી બેંકોથી છૂટકારો મેળવવા ઈચ્છી રહી છે. નિષ્ણાતો અનુસાર સરકાર તે બેંકોથી છૂટકારો મેળવવા ઈચ્છે છે કે, જે સતત ખોટમાં ચાલી રહી છે. સરકાર તે સ્થિતિમાં નથી કે, નુકશાનમાં રહેલી બેંકોને સતત મદદ કરી શકે.
વર્ષ 2020માં નીતિ આયોગે સરકારને ભલામણ કરી હતી કે, તેઓ ત્રણ સરકારી બેંકોનું ખાનગીકરણ કરી દે. નીતિ આયોગે સરકારને કહ્યું કે, પંજાબ એન્ડ સિંધ બેંક, યૂકો બેંક અને બેંક ઓફ મહારાષ્ટ્રને પ્રાઈવેટ હાથોમાં સોંપી દેવામાં આવે. તે ઉપરાંત પાછલા વર્ષે રોયટર્સના એક રિપોર્ટમાં પણ કહેવામાં આવ્યું હતુ કે, કેન્દ્ર સરકાર પંજાબ અને સિંધ બેંક, યૂકો બેંક અને આઈડીબીઆઈ અને બેંક ઓફ મહારાષ્ટ્રમાં પોતાની ભાગીદારી વેચવાની તૈયારીમાં છે. તે ઉપરાંત બેંક ઓફ ઈન્ડિયા, સેન્ટ્રલ બેંક ઓફ ઈન્ડિયા, ઈન્ડિયન ઓરસીઝ બેંક અને યૂકો બેંકના નામ પણ લિસ્ટમાં હોઈ શકે છે.
ઉલ્લેખનિય છે કે, આ વખતના નિર્મલા સિતારમણના બજેટને વિપક્ષ અને અન્ય રાજકીય પાર્ટીઓએ ‘સરકારી મિલકતો અને કંપનીઓને વેચવાનો સેલ’ ગણાવ્યો હતો.