Gujarat Exclusive > ગુજરાત > ઉત્તર ગુજરાત > મહેસાણામાં ઓમિક્રોનના વધુ બે કેસ નોંધાતા આરોગ્ય તંત્રમાં દોડધામ

મહેસાણામાં ઓમિક્રોનના વધુ બે કેસ નોંધાતા આરોગ્ય તંત્રમાં દોડધામ

0
12

રાજયમાં ઓમિક્રોનના કેસોમાં સતત વધારો જોવા મળી રહ્યો છે. ત્યારે મહેસાણામાં વધુ બે ઓમિક્રોનના દર્દીઓ સામે આવતા તંત્રમાં ભારે દોડધામ જોવા મળી રહી છે. દર્દીઓને સારવાર માટે હાલ વડનગર સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે.

આ ઉપરાંત વિદેશથી આવતા યાત્રિકો પર આરોગ્ય વિભાગ દ્વારા નજર રાખવામાં આવી રહી છે. વિદેશથી આવતા યાત્રિકોનું એરપોર્ટ પર ટેસ્ટિંગ કરવામાં આવી રહ્યું છે. સાથે તેમના ઘરે આવ્યા પછી 8મા દિવસ બાદ ફરી ટેસ્ટિંગ કરવામાં આવી રહ્યું છે. મહેસાણા માટે રાહતની વાત એ છે કે ત્રણેય કેસ બાદ કોઈ નવો કેસ નોંધાયો નથી અને મહેસાણા આરોગ્ય વિભાગ દ્વારા આ ત્રણેય દર્દીઓના સંપર્કમાં આવેલા 54 જેટલા કોન્ટેક્ટ ટેસ્ટ કરાયા છે. અને એ તમામના રિપોર્ટ નેગેટિવ આવ્યા છે.

તમને જણાવી દઈએ કે, આજે અમદાવાદની એક શાળામાં ઓમિક્રોનની એન્ટ્રી થતા વાલીઓમાં ભારે ચિંતા જોવા મળી રહી છે. જોકે, રાજયમાં છેલ્લા કેટલાક સમયથી કોરોનાના વાયરસના કેસોમાં સતત વધારો પણ જોવા મળી રહ્યો છે. તો બીજી બાજુ મચ્છરજન્ય રોગચાળાએ પણ માથુ ઉચક્યું છે.

 Follow Gujarat Exclusive on Telegram For Latest News From Gujarat Follow Gujarat Exclusive on WhatsApp For Latest News From Gujarat 

Follow Gujarat Exclusive on Instagram For Latest News From Gujarat  Follow Gujarat Exclusive on Twitter For Latest News From Gujarat