Gujarat Exclusive > ગુજરાત > સોરાષ્ટ્ર > રાજકોટમાં 500 અને 1000 દરની 96.50 લાખની નોટો સાથે બે કેરિયરની ધરપકડ

રાજકોટમાં 500 અને 1000 દરની 96.50 લાખની નોટો સાથે બે કેરિયરની ધરપકડ

0
1782

રાજકોટ શહેરમાં સ્પીડવેલ પાર્ટી પ્લોટ પાસે રોડ પર ફિયાટ કારમાં બંધ થયેલી ચલણીનોટો મોટા પ્રમાણમાં હોવાની બાતમીના આધારે રાજકોટ ડીસીપી પોલીસે દરોડો પાડીને ફીયાટ કારમાંથી 1000 અને 500નાં દરની 96.50 લાખની કિંમતની જુની ચલણી નોટો ઝડપી પાડી હતી. પોલીસે ચલણી નોટો સાથે બે આરોપીઓની ધરપકડ પણ કરી છે.

આ પણ વાંચો: સુરતની સ્મીમેર હોસ્પિટલમાં ઓક્સિજન બંધ થતાં 2 દર્દીઓનાં મોત

નોટબંદીને સાડા ત્રણ વર્ષ જેટલો સમય થઈ ગયો છે, તેમ છતા હજી પણ કેન્દ્ર સરકારે બંધ કરેલી ચલણી નોટો ગુજરાતમાંથી મોટી સંખ્યામાં મળી આવે છે. રોજકોટ ડીસીપી પોલીસે પણ રાજકોટ પોલીસ હેડકવટર પાસે આવેલા સ્પીડવેલ પાર્ટી પ્લોટ પાસે આવેલા રોડ પાસે જીજે 3 એફકે 8120 નંબરની ફિયાટ કારમાં મોટી સંખ્યામાં બંધ થયેલી ચલણી નોટો હોવાની બાતમીના આધારે ડીસીપી પોલીસે ફિયાટ કારની તપાસ કરતા કારમાંથી 1000 અને 500નાં દરની ચલણી નોટોનો મોટો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે નોટો ગળતા કુલ 96.50 લાખની ચલણી નોટો જપ્ત કરી છે. ડીસીપી પોલીસે ચલણી નોટો સાથે બે આરોપીઓ અરજીવન રામજી વસીયાણી રહે.મોરબી અને ભીખા બાબુભાઈ નરોડીયા રહે. સુરત ની ધરપકડ કરી છે.

ડીસીપી પોલીસે 96.50 લાખની બંધ થયેલી ચલણી નોટો અને 1 લાખની ફિયાટ મળીને 97.50 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. આ અંગે ડીસીપી પીઆઈ હીતેશ ગઢવીના જણાવ્યા અનુસાર, બંધ થયેલી ચલણી નોટો સાથે બે આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. આ ચલણી નોટો સુરતથી વાંકાનેર લાવવામાં આવી હતી અને વાંકાનેરથી રાજકોટ નોટો બદલાવવા માટે લાવવામાં આવી હોવાનું પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે. ચલણી નોટો સાથે પકડાયેલા બે આરોપીઓ કેરિયર છે. તેમનું કામ ફકત નોટો પહોંચાડવાનું હતું. એક કરોડની જુની નોટો સામે 15 લાખની નવી નોટો મળશે તેવું જાણવા મળ્યું છે.

મહિલા રેલવે કર્મીને બિભસ્ત ઈશારા કરતો રેલ્વેનો ઓફીસ સુપ્રિન્ટેન્ડેન્ટ ઝડપાયો