Gujarat Exclusive > ગુજરાત > મધ્ય ગુજરાત > અમદાવાદ: પોલીસમાં ફરજ બજાવતા બે ભાઈઓનું કોરોનાથી અવસાન

અમદાવાદ: પોલીસમાં ફરજ બજાવતા બે ભાઈઓનું કોરોનાથી અવસાન

0
6554

અમદાવાદ: શહેર પોલીસના કૃષ્ણનગર પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ ભરતભાઈ સોમાજીના અવસાનના 20 દિવસ બાદ તેમના સગા ભાઈ મુકેશભાઈનું એસવીપી હોસ્પિટલમાં કોરોનાની સારવાર દરમિયાન અવસાન થયું છે. પરિવારે 20 દિવસના ગાળામાં ઘરના બે મોભીને ગુમાવ્યા છે. મુકેશભાઈ સાથે એસવીપી હોસ્પિટલમાં સારવાર લેતા ડીજી ઓફીસના ક્લાર્ક હિરેનભાઈનું પણ આજે અવસાન થયું હતું. 20 દિવસના ગાળામાં બે સગાભાઈઓના અવસાનની દુઃખદ પળને પગલે પોલીસ બેડામાં શોકનો માહોલ સર્જાયો હતો. મુકેશભાઈને ગાર્ડ ઓફ ઓનર સન્માન આપવા માટે ઉચ્ચ પોલીસ અધિકારીઓ એસવીપી હોસ્પિટલમાં હાજર રહ્યા હતા.

ગત તારીખ 22/5/2020ના રોજ મુકેશભાઈને કોરોના પોઝિટિવ આવતા શેલ્બી હોસ્પિટલમાં દાખલ કર્યા હતા. ગત તારીખ 30 મેના રોજ મુકેશભાઈની તબિયત સુધરતા ડૉક્ટરોએ હોમમાં ક્વોરેન્ટાઈન રહેવાની સલાહ આપી તેઓને હોસ્પિટલમાંથી રજા આપી હતી. ગત તારીખ 06/06/2020 ના રોજ ફરી મુકેશભાઈને શ્વાસ લેવામાં તકલીફ થતાં એસવીપી હોસ્પીટલ માં દાખલ કરવામાં આવ્યા હતા. જ્યાં સારવાર દરમિયાન આજે તેમનું અવસાન થયું હતું. મુકેશભાઈને સગા ભાઈ ભરતભાઈનું ગત તારીખ 19મી મેના રોજ ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં કોરોનાની સારવાર દરમિયાન અવસાન થયું હતું.

ડીજી ઓફીસના ક્લાર્ક હિરેનભાઈ પ્રજાપતિ ઈ ડિવિઝનમાં ફરજ બજાવતા હતા. જેઓને કોરોના પોઝિટિવ આવતા એસવીપી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતાં. હિરેનભાઈનું પણ સારવાર દરમીયાન હોસ્પિટલમાં અવસાન થયું હતું.

નર્મદા: 400 વર્ષ જૂનું હરિસિદ્ધિ માતાજીનું મંદિર ભક્તો માટે ખુલ્યું, પણ નિલકંઠધામેં લીધો આ નિર્ણય