Gujarat Exclusive > દેશ-વિદેશ > ડોનાલ્ડ ટ્રમ્પ પર ટ્વીટરની કાર્યવાહી, કાયમ માટે સસ્પેન્ડ કર્યું એકાઉન્ટ

ડોનાલ્ડ ટ્રમ્પ પર ટ્વીટરની કાર્યવાહી, કાયમ માટે સસ્પેન્ડ કર્યું એકાઉન્ટ

0
94
  • ટ્રમ્પનો ટ્વીટર પર પલટવાર- ‘અમે ચૂપ નહીં રહીએ..!’

વૉશિંગ્ટન: અમેરિકી સંસદ કેપિટલ હિલ પરિસરમાં બે દિવસ પહેલા થયેલી હિંસા (US Capitol Violence) બાદ માઈક્રો બ્લૉગિંગ સાઈટ ટ્વીટરે (Twitter) મોટી કાર્યવાહી કરતાં ડોનાલ્ડ ટ્રમ્પનું (Donald Trump) પર્સનલ એકાઉન્ટ કાયમ માટે સસ્પેન્ડ કરી દીધુ છે.

અગાઉ 12 કલાક અને પછી 15 દિવસ બાદ હવે ટ્વીટરે કાયમ માટે ટ્રમ્પનું એકાઉન્ટ (Trump Twitter Account) સસ્પેન્ડ કરી દીધુ છે. ટ્વીટરને આશંકા છે કે, અમેરિકન રાષ્ટ્રપતિ ટ્રમ્પ (US President Trump) ફરીથી એવું ટ્વીટ કરી શકે છે, જેના કારણે કેપિટલ હિલમાં પુન: હિંસાની સ્થિતિ સર્જાઈ શકે છે.

ટ્વીટરની કાર્યવાહીના જવાબમાં ટીમ ટ્રમ્પે (Donald Trump) પણ ટ્વીટ કરીને જણાવ્યું છે કે, અમે ચૂપ નહીં બેસીએ અને આગળ જરૂરી કાર્યવાહી કરીશું.

આ પણ વાંચો: ગુજરાત: માધવસિંહ સોલંકીના સન્માનમાં એક દિવસનો રાજકીય શોક જાહેર

અગાઉ ટ્રમ્પે (Donad Trump) પોતાના પર્સનલ એકાઉન્ટ સસ્પેન્ડ થયા બાદ પોતાના સત્તાવાર ટ્વીટર એકાઉન્ટ @POTUS પરથી એક ટ્વીટ કર્યું હતું. જો કે આ ટ્વીટને પણ ટ્વીટર દ્વારા થોડી જ મિનિટો બાદ હટાવી લેવામાં આવ્યું છે. એવું કહેવાય છે કે, સત્તાવાર ટ્વીટર એકાઉન્ટથી કરવામાં આવેલી ટ્વીટમાં ટ્રમ્પે માઈક્રો બ્લૉગિંગ સાઈટની ટીકા કરી હતી.

એવું પણ મનાય છે કે, ટ્રમ્પના ફેસબુક અને ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ્સને પણ કાયમ માટે સસ્પેન્ડ કરવામાં આવી શકે છે. ટ્રમ્પ હવે પોતાનું પર્સનલ ટ્વીટર એકાઉન્ટ ઓપન નહીં કરી શકે. કંપનીએ ટ્રમ્પના ટ્વીટ અને પ્રોફાઈલને પોતાના પ્લેટફોર્મ પરથી હટાવી દીધા છે. હવે તેમનું કોઈ પણ ટ્વીટ અહીં જોવા નહીં મળે. ટ્વીટર પર ડોનાલ્ડ ટ્રમ્પના 88.7 મિલિયન ફોલોવર્સ હતા. .

https://chat.whatsapp.com/ELSNNKbgp0tBaAC4irblG9