Gujarat Exclusive > આપણી જરૂરિયાત > વ્યાપાર > ટ્વીટરે નવા ડિજિટલ નિયમો લાગુ કરવા માટે કેન્દ્ર પાસે 3 મહિનાનો સમય માંગ્યો

ટ્વીટરે નવા ડિજિટલ નિયમો લાગુ કરવા માટે કેન્દ્ર પાસે 3 મહિનાનો સમય માંગ્યો

0
123

સરકારી ડિજિટલ નિયમોને વોટ્સએપ હાઇકોર્ટમાં પડકાર્યા છે. ટ્વીટર કર્મચારીઓ અંગે ચિંતિત

નવી દિલ્હીઃ ટૂલકિટ વિવાદને પગલે સોશિયલ મીડિયા માટે સરકારે નવી ગાઇડલાઇન બહાર પાડી દીધી. હવે ટ્વીટર (Twitter concerned new rules) કેન્દ્ર પાસે નવા દિશાનિર્દેશ લાગુ કરવા ત્રણ મહિનાનો સમય માગ્યો છે.

ટ્વીટર તેના ભારતમાં કામ કરતા કર્મચારી અને લોકોની અભિવ્યક્તિની આઝાદી સામે સંભવિત જોખમથી ચિંતિત છે.  ભારત સરકાર સામે કોર્ટ પણ ગયુ. હવે આઇટી મંત્રાલયને નવા દિશાનિર્દેશ લાગુ કરવા અંગે ઓછામાં ઓછા ત્રણ મહિનાનો સમય આપવા વિચારવાનો અનુરોધ કર્યો છે.

આ પણ વાંચોઃ ફેસબુક પર હવે Fake પોસ્ટ કરવી પડશે મોંઘી, જાણો ડીટેલ

તમામ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પાસે માગ્યો રિપોર્ટ

કેન્દ્રીય આઇટી મંત્રાલયે ફેસબુક, ટ્વીટર, યૂટ્યૂબ, ઇંસ્ટાગ્રામ અને વોટ્સએપ સહિતના સોશિયલ મીડિયા પ્લેટફોર્મને નવા ડિજિટલ નિયમોનું પાલન કરવા મામલે તાત્કાલિક રિપોર્ટ આપવાનો આદેશ આપ્યો છે. તેના સંદર્ભમાં ટ્વીટરના પ્રવક્તાએ ભારતમાં અમલી કાયદાઓનું પાલનન કરવા પર ભાર મૂકતા જણાવ્યું કે અમે ભારતમાં પોતાના કર્મચારીઓ અંગે તાજેતરની ઘટનાઓ અને લોકોની અભિવ્યક્તિની સ્વતંત્રતાના સંભવિત જોખમ અંગે ચિંતિત છે.

નવા નિયમો બુધવારથી અમલી

સરકારે સોશિયલ મીડિયા કંપનીઓને નવી ગાઇડલાઇન પાલનનો આદેશ આપી દીધો છે. આ નવા નિયમો ગઇ કાલ બુધવારથી જ અમલી થઇ ગયા છે. પરંતુ કંપનીઓએ આ મામલે ઇ-મેઇલ મારફતે મોકલાયેલા સવાલોના જવાબ હજુ સુધી આપ્યા નથી. Twitter concerned new rules

દરમિયાન વોટ્સએપ સરકારના નવા ડિજિટલ નિયમોને દિલ્હી હાઇકોર્ટમાં પડકાર્યા છે. તેનું કહેવું છે કે કૂટિનીતિક સંદેશો સુધી પહોંચ ઉપલબ્ધ કરાવવાથી પ્રાઇવેસીનું સુરક્ષા કવચ તૂટી જશે.જો કે કેન્દ્રીય મંત્રી રવિ શંકર પ્રસાદનું કહેવું છે કે ભારતે સુચવેલા પ્રસ્તાવોથી વોટ્સએપના સામાન્ય કામકાજને અસર નહીં થાય. તેમજ જનરલ યુઝર્સ પર પણ તેનાથી કોઇ ફેર નહીં પડે.

આ પણ વાંચોઃ નવા ડિઝિટલ નિયમ પર ટ્વિટરે કહ્યુ- ભારતમાં પોતાના કર્મચારીઓની ચિંતા

નવા ડિજિટલ નિયમો શું છે

    • -નવા ડિજિટલની જાહેરાત સરકારે 25 ફેબ્રુઆરીએ કરી હતી.
    • – દેશમાં 50 લાખથી વધુ યુઝર્સ ધરાવનારા સોશિયલ મીડિયલ મીડિયા પ્લેટફોર્મે વધારાની વ્યવસ્થા કરવી પડશે.
    • -આ પ્લેટફોર્મમાં ટ્વીટર, ફેસબુક, વોટ્સએપ, અને ઇંસ્ટાગ્રામ જેવા પ્લેટફોર્મ સામેલ છે.
    • – આ તમામ પ્લેટફોર્મે Chief Compliance Officer (મુખ્ય અનુપાલન અધિકારી), નોડલ ઓફિસર અને ભારતમાં ફરિયાદ નિવારણ અધિકારીની વરણી કરવી પડશે.
    • -નિયમોનું પાલન નહીં કરનારી કંપનીઓએ પોતાનો ઇન્ટરમીડિયરી દરજ્જો ગુમાવવો પડશે.
    • -બીજા શબ્દોમાં કહીએ તો ખાસ દરજ્જો છીનવાઇ ગયા પછી. ફરિયાદ થતાં તેમની સામે કાયદાકીય કાર્યવાહી થઇ શકે છે.

 Follow Gujarat Exclusive on Telegram For Latest News From Gujarat Follow Gujarat Exclusive on WhatsApp For Latest News From Gujarat 

Follow Gujarat Exclusive on Instagram For Latest News From Gujarat  Follow Gujarat Exclusive on Twitter For Latest News From Gujarat