નવી દિલ્હી: માઇક્રો-બ્લૉગિંગ પ્લેટફૉર્મ ટ્વિટરે 26 ઓક્ટોબરથી 25 નવેમ્બર વચ્ચે ભારતમાં 48,624 એકાઉન્ટ પર પ્રતિબંધ લગાવ્યો છે.
Advertisement
Advertisement
ટ્વિટરે બાલ યૌન શોષણ અને ગેર સહમતિ ધરાવતા નગ્નતાને ભાર આપવા માટે ભારતામં 45,589 એકાઉન્ટ પર અને દેશમાં આતંકવાદને ભાર આપનારા 3,035 એકાઉન્ટ પર પ્રતિબંધ લગાવ્યો છે. મહત્વપૂર્ણ છે કે, IT નિયમ 2021 હેઠળ 50 લાખથી વધુ યૂઝર્સ ધરાવતા સોશિયલ મીડિયા પ્લેટફૉર્મને માસિક રિપોર્ટ પ્રકાશિત કરે છે.
ટ્વિટરે શું કહ્યું?
એલન મસ્ક દ્વારા સંચાલિત ટ્વિટરે માસિક રિપોર્ટમાં કહ્યુ કે ઓક્ટોબરથી નવેમ્બર વચ્ચે ભારતમાં યૂઝર્સે 755 ફરિયાદ મળી અને તેમાંથી 121 ફરિયાદ પર કાર્યવાહી કરી છે.
ભારતમાં મોટાભાગની ફરિયાદ દુર્વ્યવહાર, ઉત્પીડન અને ગોપનીયતા ઉલ્લંઘન વિશે હતી. જેમાંથી કોર્ટના આદેશ સાથે વ્યક્તિગત યૂઝર્સ પાસે પ્રાપ્ત ફરિયાદ સામેલ છે.
કંપનીએ કહ્યુ કે તમામનું સમાધાન કરવામાં આવ્યુ અને યોગ્ય પ્રતિક્રિયા મોકલવામાં આવી છે. તમામ ખાતા સસ્પેન્ડ છે.
Advertisement