Gujarat Exclusive > આપણી જરૂરિયાત > સ્વાસ્થ્ય-શિક્ષા > સરકારનો ટ્વીટરને ખેડૂત આંદોલન મામલે વધુ 1200 જેટલા એકાઉન્ટ હટવવા હુકમ

સરકારનો ટ્વીટરને ખેડૂત આંદોલન મામલે વધુ 1200 જેટલા એકાઉન્ટ હટવવા હુકમ

0
62

ટ્વીટરના 1178 એકાઉન્ટનો પાકિસ્તાન સાથે કનેકશન હોવાનો કેન્દ્રનો આરોપ

નવી દિલ્હીઃ કેન્દ્ર સરકારે ખેડૂત આંદોલન મામલે હવે મેસેજિંગ પ્લેટફોર્મ ટ્વીટર પર 2000 જેટલા એકાઉન્ટ (Twitter accounts) હટાવવા દબાણ વધાર્યું. સરકારનું માનવું છે કે આ એકાઉન્ટનો પાકિસ્તાન સાથે કનેકશન છે અને તેના દ્વારા આંદોલન અંગે અફવાઓ ફેલાવવામં આવી રહી છે.

રિપોર્ટ મુજબ માહિતી અને ટેક્નોલોજી (આઇટી) મંત્રાલયે 4 ફેબ્રુઆરીએ ટ્વીટરને કુલ 1178 એકાઉન્ટનું લિસ્ટ સોંપ્યું હતું. તેમાંથી મોટાભાગના એકાઉન્ટ સેલ્ફ શેરિંગવાળા છે. એટલે કોઇ પણ મેસેજ ઝડપથી ફોરવર્ડ થાય છે. તેમાના ઘણા એકાઉન્ટ પાકિસ્તાન અને અન્ય વિદેશી દેશોમાંથી હેન્ડલ કરાઇ રહ્યા છે. એવો આરોપ છે કે આ એકાઉન્ટ પરથી ખેડૂત આંગદોલનનો લાબ ઊઠાવી ખાલિસ્તાની વિચારધારા અને ઉશ્કેરણીજનક વાતો ફેલાવી રહ્યા છે.

આ પણ વાંચોઃ સપ્તાહના પ્રથમ દિવસનો સેન્સેક્સ અને નિફ્ટીમાં ભારે ઊછાળા સાથે પ્રારંભ

અગાઉ 257 એકાઉન્ટનું લિસ્ટ સોંપ્યું હતું

અગાઉ પણ સરકારે ટ્વીટરને ખેડૂત આંદોલન સાથે સંકળાયેલા આશરે 257 એકાઉન્ટ (Twitter accounts)નું લિસ્ટ સોંપ્યું હતું. ટ્વીટરે આ એકાઉન્ટ સામે પગલાં લઇ તેને બંધ પણ કર્યા હતા. પરંતુ થોડા કલાકમાં જ ફરી ચાલી કરી દેવાયા હતા. સરકારે આ મામલે નારાજગી વ્યક્ત કરી ટ્વીટર પાસે જવાબ માંગ્યો હતો.

અત્યારે સુધી પ્લેટફોર્મે કોઇ પગલાં નથી લીધા Twitter accounts

આ વખતે અત્યારે સુધી સોશિયલ મીડિયા સાઇટ્સ પર કોઇ પગલાં લેવાયાનું જણાયું નથી. ટ્વીટર તરફથી કોઇ પ્રતિક્રિયા પણ આપી નથી. 4 દિવસ થયા સરકારે પણ કોઇ કાર્યવાહી કરવાનો હજુ સંકેત આપ્યો નથી.

આ પણ વાંચોઃ RBIની પ્રેસ કોન્ફ્રન્સ: વ્યાજદરોમાં ના કર્યો ફેરફાર, 10.5% GDP ગ્રોથનું અનુમાન

75થી વધુ દિવસથી ચાલુ આંદોલન

કૃષિ કાયદાની વિરુદ્ધ ખેડૂતોનું આંદોલન છેલ્લા 75 દિવસથી વધુ સમયથી ચાલી રહ્યો છે. તાજેતરમાં આંતરરાષ્ટ્રીય સ્તરની સેલિબ્રિટીઝે ખેડૂત આંદોલનને સમર્થન આપતા વિવાદો થયા હતા. જેમાં પોપ સ્ટાર રિહાન્ના, મોડલ અમન્ડા સેર્ની, પર્યાવરણવિદ્દ ગ્રેટા થનબર્ગ ને મિયા ખલીફા જેવી હસ્તીઓનો સમાવેશ થાય છે.

ભારતે સ્પષ્ટ શબ્દોમાં તેમને મેસેજ આપી દીધો હતો. વિદેશ મંત્રાલયે બહારના લોકોને ભારતના આંતરિક મામલે કોમેન્ટ કરવું જોઇએ નહીં. તે પણ વિષયની સંપૂર્ણ માહિતી મેળવ્યા વિના. નોંધનીય છે કે સરકારે ગમે કિધું પરંતુ પોપ સ્ટારના ખેડૂત સમર્થનના બહુ વખાણ થયા. તેની પ્રસંશામાં કરાયેલી ટ્વીટ્સને ટ્વીટરની સીઇઓ જેક હાર્ડીએ પણ લાઇક કર્યા હતા. Twitter accounts

આ પણ વાંચોઃ બજેટ બાદ પેટ્રોલ-ડીઝલના ભાવ વધવા માંડ્યાઃ રોજના રેટ કઇ રીતે જાણી શકાશે?

 Follow Gujarat Exclusive on Telegram For Latest News From Gujarat Follow Gujarat Exclusive on WhatsApp For Latest News From Gujarat 

Follow Gujarat Exclusive on Instagram For Latest News From Gujarat  Follow Gujarat Exclusive on Twitter For Latest News From Gujarat