Gujarat Exclusive > યુથ > મનોરંજન > આ ટીવી એક્ટ્રેસને મળી સ્વિમસૂટ ન પહેરવાની સલાહ, જાણો શું છે કારણ

આ ટીવી એક્ટ્રેસને મળી સ્વિમસૂટ ન પહેરવાની સલાહ, જાણો શું છે કારણ

0
2876

સોશિયલ મીડિયાના જમાનામાં લોકો પોતાની એક-એક પળ ફોટા અને વીડિયોના માધ્યમથી પોતાના ફોલોઅર્સ સુધી પહોંચાડતા રહે છે. જ્યાં કેટલાક લોકો પોસ્ટના વખાણ કરતા જોવા મળે છે, તો ક્યારેક કેટલાક એવા લોકો પણ છે જે ખરાબ કોમેન્ટો કરતા રહે છે. આવું જ કંઈ થયું એક ટીવી અભિનેત્રી સાથે, જેની લોકોએ સોશિયલ મીડિયા પર ભારે આલોચના કરવામાં આવી રહી છે.

હાલમાં જ ટીવી એક્ટ્રેસ વાહબિજ દોરાબજીને તેની બોડીને લઈને ખૂબ ટ્રોલ કરવામાં આવી રહી છે. ટ્રોલિંગની હદ તો ત્યારે પાર થઈ, જ્યારે કેટલાક લોકોએ વાહબિજને સ્વિમસૂટ ના પહેરવાની પણ સલાહ આપી હતી.

વાહબિજે એક ઈન્ટરવ્યૂમાં જણાવ્યું કે, ‘ઘણા વર્ષો પહેલા એક બીમારીને કારણે તેનું વજન વધી ગયું હતું. હું જ્યારે પણ કોઈ ઓડિશનમાં જઉ, ત્યારે ડિરેક્ટર મને વેટ ઓછું કરવાનું કહેતા હતા. હું જ્યારે પણ સ્વિમસૂટમાં મારા ફોટાઓ નાખુ છું, ત્યારે મને કહેવામાં આવે છે કે, મારી જાંઘો જાડી છે તેથી હું તેને પહેરી શકતી નથી.

જણાવી દઈએ કે, વાહબિજ ‘પ્યારકી યે એક કહાની’, ‘સરસ્વતી ચંન્દ્રા’ અને ‘ બહુ હમારી રજનીકાન્ત ’ જેવા ટીવી શો કરી ચૂકી છે. 2013માં વાહબિજે એક્ટર વિવિયન સાથે લગ્ન કર્યા હતા. જો કે 2016માં બન્ને અલગ થઈ ગયા હતા.

વ્હાઇટ બિકિનીમાં ઇલિયાના ડિક્રૂજનો બોલ્ડ અવતાર, જુઓ બોલિવૂડ એક્ટ્રેસની હોટ તસવીરો