Gujarat Exclusive > યુથ > મનોરંજન > લૉકડાઉનમાં શૂટિંગ ઠપ્પ, આર્થિક સંકડામણ અને ડિપ્રેશનથી અભિનેતાએ કર્યો આપઘાત

લૉકડાઉનમાં શૂટિંગ ઠપ્પ, આર્થિક સંકડામણ અને ડિપ્રેશનથી અભિનેતાએ કર્યો આપઘાત

0
1267

મુંબઈ: તાજેતરમાં ટીવી એભિનેતા સચિન કુમારના દુ:ખદ અવસાન બાદ મુંબઈની TV ઈન્ડસ્ટ્રીઝમાંથી વધુ એક આઘાતજનક સમાચાર સામે આવ્યાં છે. અનેક ટીવી સીરિયલ્સમાં પંજાબી અને શીખની ભૂમિકા ભજવનારા અભિનેતા મનમીત ગ્રેવાલે આપઘાત કર્યો છે. સોની સબ ટીવી પર આવતી સીરિયલ “આદત સે મજબૂર”માં જોવા મળતા આ અભિનેતાએ ડિપ્રેશન અને આર્થિક સંકડામણને પગલે મોતને વ્હાલુ કર્યું હોવાનું મનાય છે.

આ અંગે પ્રાપ્ત વિગતો પ્રમાણે, શુક્રવારની રાત્રે મનમીતે પોતાના ગળામાં પત્નીના દુપટ્ટાથી ગળે ફાંસો ખાઈને આત્મહત્યા કરી લીધી હતી. જે બાદ તેની પત્નીએ આસપાસના લોકો પાસે મદદ માંગી હતી, પરંતુ કોરોનાના ડરના કારણે કોઈ મદદ માટે આગળ નહતું આવ્યું. આખરે ગાર્ડની મદદથી મનમીતને હોસ્પિટલ લઈ જવામાં આવ્યો, જ્યાં ડૉક્ટરોએ તેને મૃત જાહેર કર્યો હતો.

જણાવી દઈએ કે, થોડા દિવસ પહેલા જ મનમીત એન્ડ ટીવીની સીરિયલ “કુલદીપક”માં જોવા મળ્યો હતો. છેલ્લા ઘણાં દિવસોથી સીરિયલ્સમાં રોલ માટે સંઘર્ષ કરી રહ્યો હતો. મૂળ દિલ્હીનો મનમીત પરણિત હતો અને આઠ વર્ષ પહેલા જ મુંબઈ આવ્યો હતો. 29 વર્ષનો મનમીત પોતાની પત્ની સાથે નવી મુંબઈમાં એક ફ્લેટમાં રહેતો હતો. આર્થિક તંગી અને લૉકડાઉનના પગલે શૂટિંગ ઠપ્પ હોવાના કારણે તે ડિપ્રેશનમાં હતો. તેણે પોતાના પરિવાર માટે કેટલીક લોન લીધી હતી, પરંતુ આટલા દિવસોથી કોઈ કામ ના હોવાના કારણે તે તનાવમાં હતો.

કોરોના વાયરસના કારણે વર્તમાન સ્થિતિમાં તમારા સુધી ન્યૂઝ પેપર પહોંચી રહ્યાં નથીતેવામાં દેશ-દુનિયાના અને ખાસ કરીને ગુજરાતના સમાચારો માટે તમે ગુજરાત એક્સક્લૂઝિવના ફેસબુક પેજને લાઈક કરી શકો છો અથવા વોટ્સએપ-ટેલિગ્રામ અને ટ્વિટર પર અમારા સાથે જોડાઇ શકો છો.

હાશ..હવે કોરોનાથી બચી જવાશે! ગ્રાહકોને વાઈરસના સંક્રમણથી બચાવવા કાફેનો અનોખો જુગાડ