Gujarat Exclusive > ગુજરાત > સુરતના ટ્યૂશન ક્લાસીસમાં ભીષણ આગ, 22 વિદ્યાર્થીઓના મોત

સુરતના ટ્યૂશન ક્લાસીસમાં ભીષણ આગ, 22 વિદ્યાર્થીઓના મોત

0
706

સુરતના સરથાણા વિસ્તારમાં એક એપાર્ટમેન્ટમાં ભીષણ આગ લાગતા 22 વિદ્યાર્થીઓના મોત થયા છે. જ્યારે 15 વિદ્યાર્થી ઈજાગ્રસ્ત થયા હોવાની માહિતી મળી રહી છે. આ આગ ટ્યૂશન ક્લાસીસમાં લાગી હતી. આ ટ્યૂશન ક્લાસીસમાં 40થી વધુ વિદ્યાર્થી ફસાયા હતા. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ ઘટનાની નોંધ લઇને ટ્વીટ કરી દુખ વ્યક્ત કર્યુ હતું. સુરતમાં આગની ઘટનાથી દુખી છુ, પીડિત પરિવારો સાથે મારી સંવેદના છે, મે ગુજરાત સરકાર અને સ્થાનિક અધિકારીઓને પ્રભાવિત લોકોને તમામ સંભવ સહાયતા કરવા કહ્યું છે.રાજ્ય સરકારે મૃતકોના પરિવારજનોને 4-4 લાખ રૂપિયાની સહાયની જાહેરાત કરી છે.

8 ફાયર ફાઇટરની ગાડી ઘટનાસ્થળે

સુરતના સરથાણા વિસ્તારમાં આવેલાં તક્ષશિલા આર્કેટના એપાર્ટમેન્ટના બીજા માળે ભીષણ આગ લાગી હતી. આ પ્રચંડ આગના કારણે એપાર્ટમેન્ટમાં 10થી વધુ લોકો ફસાયા હોવાની આશંકા સેવાઇ રહી છે. આગની જાણ થતાં જ તાત્કાલિન ફાયર વિભાગની ટીમ દોડી આવી હતી અને 8 ફાયર ફાઈટરનો કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો હતો.આગમાં ફસાયેલા લોકોને બહાર કાઢવાનો કવાયત હાથ ધરવામાં આવી હતી.

આ આગ એટલી પ્રચંડ હોવાથી ફાયરવિભાગે હાઈડ્રોલિક મંગાવ્યું હતું, ફાયર વિભાગની ટીમ દ્વારા મેજર કોલ જાહર કરાયો હતો. આગથી બચવા માટે યુવાનોએ બીજા માળેથી છલાંગ લગાવતા નજરે પડ્યા હતાં. આગને જોતાં 8 એમ્બ્યુલન્સ પણ સ્ટેન્ડ બાય રાખવામાં આવી છે.બીજા માળે આવેલા ક્લાસીસમાં શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાનું પ્રાથમિક અનુમાન સેવવામાં આવી રહ્યું છે. આગ લાગ્યા બાદ આગ થોડી જ ક્ષણોમાં પ્રચંડ બની ગઈ હતી.જેથી ડરના માર્યા બાળકોમાં નાસભાગ મચી ગઈ હતી.

શું કહ્યું સરકારે?

ફાયર બ્રિગેડની ટીમ પાસે પુરતા સાધન ના હોવાથી ટીમ ઘટનાસ્થળે મોડી પહોંચી હતી. ફોન કર્યો છતા ફાયરબ્રિગેડની ટીમ અડધા કલાક મોડી પહોંચી હતી. આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતા ટ્યૂશનમાં રહેલા વિદ્યાર્થીઓએ જીવ બચાવવા માટે ચોથા માળેથી છલાંગ લગાવી હતી, જેના કારણે કેટલાક વિદ્યાર્થીઓને ઇજા પહોંચી હતી અને કેટલાક લોકોના મોત થયા હતા. નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે 3 દિવસમાં તપાસના આદેશ આપ્યા છે અને સંપૂર્ણ અહેવાલ સરકારને સોપવાનો આદેશ કર્યો છે.

ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ઘટના અંગે દુ:ખ વ્યક્ત કર્યું છે. તેમણે મૃતકોના પરિવારોને રૂપિયા 4 લાખની સહાય આપવાની જાહેરાત કરી છે.

સુરત પોલીસ કમિશ્નર સતિષકુમારે જણાવ્યું કે, આ ઘટનામાં 15થી વધુ લોકોના મોત થયા હોવાનો અંદાજો છે.