Gujarat Exclusive > દેશ-વિદેશ > ટ્રમ્પની ટૂર પહેલા મોટી ડીલ, નેવી માટે ‘રોમિયો‘ ખરીદશે ભારત

ટ્રમ્પની ટૂર પહેલા મોટી ડીલ, નેવી માટે ‘રોમિયો‘ ખરીદશે ભારત

0
371

નવી દિલ્હી: મોદી કેબિનેટની સુરક્ષા સમિતિએ ડોનાલ્ડ ટ્રમ્પના પ્રવાસ પહેલા ભારતીય નૌ સેનાને મજબૂત કરતા અમેરિકાથી 24 મલ્ટીરોલ હેલિકૉપ્ટર રોમિયો ખરીદવાને મંજૂરી આપી દીધી છે. 2.6 બિલિયન ડૉલરની આ ડીલને રાષ્ટ્રપતિ ટ્રમ્પના ભારત પ્રવાસ દરમિયાન મંજૂરી મળી જશે. અમેરિકન કંપની લૉકહીડ માર્ટિન તરફથી બનાવવામાં આવેલા MH-60 રોમિયો હેલિકૉપ્ટર એન્ટી સબમરીન અને એન્ટી સર્ફેસ વૉર ફેયર માટે ઉપયોગમાં લેવામાં આવે છે. 25 ફેબ્રુઆરીએ PM મોદી અને ટ્રમ્પની હાજરીમાં આ ડીલ પર હસ્તાક્ષર થવાની સંભાવના છે.

ડીલ પ્રમાણે, 24 MH-60 રોમિયો હેલિકૉપ્ટર્સ માટે ભારત પહેલા 15 ટકા રકમની ચૂકવણી કરશે. બે વર્ષની અંદર પ્રથમ જથ્થો ભારત આવશે અને 5 વર્ષની અંદત તમામ હેલિકૉપ્ટર ભારતને મળી જશે. બન્ને દેશો વચ્ચે ઈન્ટીગ્રેટેડ એર ડિફેન્સ વેપન સિસ્ટમ ખરીદવા પર પણ ચર્ચા થઈ શકે છે.

કહેવાય છે કે, CCSએ અમેરિકા પાસેથી 1.86 બિલિયન ડૉલરના ખર્ચે મિસાઈલ ડિફેન્સ સિસ્ટમ ખરીદવા પર પણ વિચાર કર્યો છે. જો કે આ ડીલને હજું આખરી ઓપ નથી આપવામાં આવ્યો.

ગત વર્ષ ભારતને સીહૉક હેલિકૉપ્ટર વેચવા માટે અમેરિકાએ મંજૂરી આપી હતી. આજ કારણે અનુમાન છે કે, ટ્રમ્પના પ્રવાસ સમયે આ સમજૂતિ પર અંતિમ મોહર મારી દેવામાં આવશે. આ હૉલિકૉપ્ટર સી કિંગ હેલિકૉપ્ટરની જગ્યા લેશે. હિંદ મહાસાગરમાં ચીનના આક્રમક વલણને જોતા ભારતીય નૌ સેના માટે આ હેલિકૉપ્ટર આવશ્યક થઈ પડ્યું છે. આ સમજૂતિથી ભારતીય નૌ સેના વધારે મજબૂત બનશે.

MH-60 R વિશ્વનું સૌથી શ્રેષ્ઠ મેરીટાઈમ હેલિકૉપ્ટર છે. અમેરિકી નેવીમાં તે એન્ટી સબમરીન અને એન્ટી સરફેસ વેપન તરીકે કાર્યરત છે. રક્ષા વિશેષજ્ઞોનું કહેવું છે કે, હાલના સમયમાં આ સૌથી આધૂનિક હેલિકૉપ્ટર છે.

LRD ભરતી વિવાદ: અનામત વર્ગના આંદોલનનો 72 દિવસે અંત છતાં માંગણી યથાવત