Gujarat Exclusive > દેશ-વિદેશ > વ્હાઈટ હાઉસથી ટ્રમ્પ ‘અલવિદા’, બોલ્યા- ‘હંમેશા તમારા માટે લડતો રહીશ’

વ્હાઈટ હાઉસથી ટ્રમ્પ ‘અલવિદા’, બોલ્યા- ‘હંમેશા તમારા માટે લડતો રહીશ’

0
66

ડોનાલ્ડ ટ્રમ્પે વ્હાઈટ હાઉસ અને વ્હાઈટ હાઉસે તેમને અલવિદા કહી દીધું છે. જો બાઈડેન-કમલા હેરિસના શપથ ગ્રહણના કેટલાક કલાકો પહેલા ટ્રમ્પે વ્હાઈટ હાઉસથી વિદાઈ લઈ લીધી છે. આ અવસરે તેમના સાથે ફર્સ્ટ લેડી મેલાનિયા ટ્રમ્પ પણ હાજર રહ્યા હતા. વ્હાઈટ હાઉસ છોડતા અને પોતાના કાર્યકાળના સમાપન પર ડોનાલ્ડ ટ્રમ્પે પોતાના પરિવાર, ફેન્સ અને ત્યાંના કર્મચારીઓનો આભાર માન્યો હતો.

ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું કે, આ ચાર વર્ષ અવિશ્વસનિય રહ્યાં છે. અમે એક સાથે ઘણા કામ પૂર્ણ કર્યા, હું મારા પરિવાર, દોસ્તો અને કર્મચારીઓને ધન્યવાદ આપવા માંગુ છું. લોકોને ખબર નથી કે, આ પરિવારે કેટલી મહેનત કરી છે.

9 મહિનાની અંદર અમે વેક્સિન તૈયાર કરી, જે ચમત્કાર છે: ટ્રમ્પ

ડોનાલ્ડ ટ્રમ્પે અમેરિકાને દુનિયાનો સૌથી મહાન દેશ અને અર્થવ્યવસ્થા ગણાવતા કહ્યું કે, કોરોના વાયરસે આખી દુનિયાને પ્રભાવિત કરી. પરંતુ અમેરિકાએ 9 મહિનામાં વેક્સિન બનાવીને મેડિકલ મિરેકલ કર્યું છે.

ટ્રમ્પે કહ્યું કે, હું હંમેશા તમારા માટે લડતો રહીશ, સાંભળતો રહીશ. હું નવા પ્રશાસને શુભેચ્છાઓ આપવા માંગુ છું. મને લાગે છે કે, તેમના પાસે (નવા પ્રશાસન પાસે) કંઈક શાનદાર કરવા માટે પાયા તૈયાર છે.

ટ્રમ્પ, બાઈડેન-હેરિસના શપથ ગ્રહણ સમારંભમાં ભાગ લેશે નહીં.

જણાવી દઈએ કે, અત્યારથી કેટલાક કલાકો પછી અમેરિકામાં ટ્રમ્પ કાળ ખત્મ અને બાઈડેનનો સમય શરૂ થવા જઈ રહ્યો છે. બાઈડેન અમેરિકાના 46માં રાષ્ટ્રપતિના રૂપમાં શપથ લેશે. અમેરિકન લોકતંત્રનો આ મહાપર્વ આ વખતે એકદમ અલગ જ પરિસ્થિતિઓમાં થવા જઈ રહ્યો છે.