Gujarat Exclusive > દેશ-વિદેશ > અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ અને ફર્સ્ટ લેડી મેલેનિયા કોરોના પોઝિટિવ

અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ અને ફર્સ્ટ લેડી મેલેનિયા કોરોના પોઝિટિવ

0
138

નવી દિલ્હીઃ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ પ્રમુખપદની ચૂંટણી પૂર્વે જ કોરોના પોઝિટિવ (trump-melania-corona positive)થયા છે. તેની સાથે ફર્સ્ટ લેડી મેલનિયા ટ્રમ્પ પણ કોરોના પોઝિટિવ થયા છે. બંનેએ શુક્રવારે કોરોના પોઝિટિવ જાહેર થયા હતા.

ડોનાલ્ડ ટ્રમ્પે ટવીટર પર પોતે કોરોના પોઝિટિવ થયાની જાણકારી આપી હતી અને જણાવ્યું હતું કે તેઓએ ક્વોરેન્ટાઇનની પ્રક્રિયા શરૂ કરી દીધી છે. ટ્રમ્પના અંગત સલાહકાર હોપ હિક્સ કોરોના પોઝિટિવ (trump-melania-corona positive)આવ્યા બાદ હવે અમેરિકાનું પ્રથમ દંપતી પણ કોરોના પોઝિટિવ આવ્યું છે.

પહેલા ટ્રમ્પના સલાહકાર હિક્સ પોઝિટિવ થયા

ટ્રમ્પ માટે હોપ હિક્સ ભારે મહેનત કરી રહ્યા છે. તેઓ નાના સરખો પણ બ્રેક લઈ રહ્યા નથી. ટ્રમ્પે તેમની આ મહેનત બદલ તેમના વખાણ કર્યા હતા. હોપ હિક્સ ટ્રમ્પના સલાહકાર છે અને તેઓ અવિરત ધોરણે તેમના સાથી (trump-melania-corona positive)રહ્યા છે. તેઓ ટ્રમ્પની સૌથી વધુ નજીક મનાતા વ્હાઇટહાઉસ અધિકારી છે.

વ્હાઇટહાઉસના પ્રવક્તા જુડ ડેરીએ નિવેદન જારી કરી જણાવ્યું હતું કે રાષ્ટ્રપતિએ પોતે આરોગ્ય અને સલામતીની તકેદારી લીધી છે અને તેમને ટેકો આપનારા બીજાની પણ લીધી છે.

કોરોના અંગે આકરી ટીકાનો સામનો કરી ચૂક્યા છે ટ્રમ્પ

ટ્રમ્પ આમ પણ કોરોનાને (trump-melania-corona positive)પહોંચી વળવામાં નિષ્ફળતા અને જાહેર સમારંભોમાં માસ્ક પહેર્યા વગર જવા બદલ લગભગ દરેક સ્થળોએથી ટીકાનો સામનો કરી ચૂક્યા છે.

હિક્સ આ સપ્તાહમાં રાષ્ટ્રપતિ ટ્રમ્પની (trump-melania-corona positive)સાથે અનેક વખત રહી ચૂક્યા છે. તેમા મરિન વન પર અને પ્રેસિડેન્સિયલ હેલિકોપ્ટર અને એર ફોર્સ વનમાં રહેવાનો પણ સમાવેશ થાય છે. આ સિવાય તે બુધવારે મિન્નેસોટામાં રેલીને સંબોધવા ગયા હતા ત્યારે પણ તેમની જોડે હતો.

વિશ્વની ટોચની મહાસત્તાને કોરોનાના લીધે સૌથી મોટો ફટકો (trump-melania-corona positive) પડ્યો છે. અમેરિકામાં આજ સુધીમાં કોરોનાના સૌથી વધુ કેસો 72,77,352 કેસ નોંધાયા છે અને બે લાખથી પણ વધુ લોકોના મોત થઈ ચૂક્યા છે. વિશ્વસ્તરે કોરોનાના ચેપગ્રસ્તોના આંકડો 3.42 કરોડે પહોંચી ચૂક્યો છે. જ્યારે મોતનો આંકડો પણ દસ લાખથી વધી ગયો છે.