Gujarat Exclusive > ગુજરાત > ઉત્તર ગુજરાત > બનાસકાંઠા: ડમ્પર-બસ વચ્ચે અક્સ્માત, 1નું મોત 10 ઘાયલ

બનાસકાંઠા: ડમ્પર-બસ વચ્ચે અક્સ્માત, 1નું મોત 10 ઘાયલ

0
296

રાજયમાં અક્સ્માતના ગુનામાં દિન પ્રતિદિન વધારો જોવા મળી રહ્યો છે ત્યારે વધુ એક અક્સ્માતનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે, જેમાં ડમ્પરચાલકે લકઝરી બસને અડફેટે લેતા એક મુસાફરનું મોત થયુ હતું અને અન્ય 10 જેટલા લોકોને ગંભીર ઈજાઓ થતા તેમને સારવાર માટે તાત્કાલિક ધાનેરા રેફરલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. લોકોએ આ બનાવને લઈ પોલીસને જાણ કરતા પોલીસ કાફલો 2 કલાક બાદ આવતા લોકોમાં ભારે રોષ પણ જોવા મળ્યો હતો.

અમદાવાદથી બાડમેર જઈ રહેલ લકઝરી બસ અને ડમ્પર વચ્ચે ગમખ્વાર અક્સ્માત સર્જાતા એક મુસાફરનું મોત થયુ હતુ અને બીજા 10 લોકોને ગંભીર ઈજાઓ થતા તેઓને તાત્કાલિક સારવાર માટે ધાનેરાની રેફરલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. આ ભયાનક અક્સ્માત બાદ ડમ્પર ચાલક ઘટના સ્થળેથી ફરાર થઈ ગયો હતો જેથી હાજર લોકોએ તાત્કાલિક પોલીસને જાણ કરી હતી.પરતું પોલીસને જણ કર્યા બાદ પોલીસ કાફલો 2 કલાક પછી આવતા લોકોમાં ભારે રોષ જોવા મળ્યો હતો.

જો કે, ડમ્પરની ટક્કરથી બસની કેબિનનો કૂરચો બોલાઈ ગયો હતો. અને કેબિનમાં સવાર ડ્રાઈવરને 3 કલાકની ભારે જહેમત બાદ જીવિત બહાર કાઢવામાં આવ્યો હતો. સવારે 3.45 વાગ્યાનો અકસ્માત હોવા છતાં પોલીસ બે કલાક મોડી આવતાં લોકોમાં રોષ ભભૂકી ઉઠ્યો હતો. પોલીસે આ મામલે ગુનો નોંધીને ફરાર ડમ્પરચાલકને શોધવા તજવીજ હાથ ધરી છે.

ગૃહમંત્રી અમિત શાહ ગુજરાત પ્રવાસે, પ્રદેશ માળખામાં મોટા ફેરફારની શક્યતા