Gujarat Exclusive > દેશ-વિદેશ > ત્રિપુરા હાઇકોર્ટે કહ્યું- સરકારી કર્મચારી રાજકીય કાર્યક્રમોમાં સામેલ થઇ શકે છે, સોશિયલ મીડિયા આઝાદીનો વિષય

ત્રિપુરા હાઇકોર્ટે કહ્યું- સરકારી કર્મચારી રાજકીય કાર્યક્રમોમાં સામેલ થઇ શકે છે, સોશિયલ મીડિયા આઝાદીનો વિષય

0
278

અગરતલા: ત્રિપુરા હાઇકોર્ટે કહ્યું કે સરકારી કર્મચારીઓને રાજકીય કાર્યક્રમોમાં સામેલ થવાનો અધિકાર છે. કર્મચારી માત્ર પાર્ટીઓની બેઠક સહિત બીજા કાર્યક્રમમાં સામેલ જ નથી થઇ શકતા પણ તે સોશિયલ મીડિયા પર પોસ્ટ પણ કરી શકે છે. શુક્રવારે કોર્ટે કહ્યું કે આ સર્વિસ રૂલ્સના ઉલ્લંઘન અને દંડાત્મક કાર્યવાહીની શ્રેણીમાં નથી આવતુ.

પોતાના આદેશમાં ત્રિપુરા હાઇકોર્ટના ચીફ જસ્ટિસ એ.એ.કુરૈશીએ કહ્યું- કર્મચારીઓના રાજકીય કાર્યક્રમોમાં સામેલ થવા અથવા સોશિયલ મીડિયા પર પોસ્ટ કરવાને સર્વિસ રૂલ્સના ઉલ્લંઘનની જેમ જોઇ શકાય છે. અદાલતે કહ્યું કે રાજકીય દળના કાર્યક્રમમાં જવાનો અર્થ રાજકારણમાં સામેલ થવાનું નથી. અદાલતે સોશિયલ મીડિયાને પણ ખાનગી આઝાદીનો વિષય ગણ્યો છે.

કર્મચારીઓ પર લગાવવામાં આવેલા આરોપ પરત લેવાનો આદેશ

કોર્ટે રાજ્ય સરકારને એક રિટાયર્ડ કર્મચારી લિપિકા પોલ વિરૂદ્ધ આ આધાર પર લગાવવામાં આવેલા તમામ આરોપ પરત લેવાનો આદેશ આપ્યો છે. કોર્ટે બે મહિનામાં તેમની બાકી રહેલી રકમની ચુકવણી કરવા પણ કહ્યું છે. પોલ પર રાજકીય કાર્યક્રમમાં સામેલ થવા અને સોશિયલ મીડિયા પર પોસ્ટ કરવા પર કાર્યવાહી કરવામાં આવી હતી. ભાજપ સરકાર દરમિયાન કેટલાક નેતાઓ વિરૂદ્ધ સોશિયલ મીડિયા પોસ્ટ બાદ તેમની પર કાર્યવાહી થઇ હતી, તેમણે 2018માં રિટાયરમેન્ટના 4 દિવસ પહેલા સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા હતા અને બાકી રહેલી રકમની ચુકવણી પણ કરી નહતી કરી.

ત્રિપુરા સરકારે વિરોધ પર કરી કાર્યવાહી

લિપિકા પોલ સિવાય રાજ્યના જાણીતા ચિકિત્સક ડૉ. કૌશિક ચક્રબર્તીને પણ નાગરિકતા સંશોધન કાયદા (CAA)નો વિરોધ કરવા પર સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા હતા, જેમની ધરપકડ બાદ રાજ્યના કર્મચારીઓએ પણ સરકારનો વિરોધ કર્યો હતો. માનવામાં આવી રહ્યું છે કે ભાજપની સરકારમાં આ કાયદાનો વિરોધ કરવાને કારણે તેમની પર કાર્યવાહી કરવામાં આવી છે.

વર્લ્ડ બેન્ક પછી UNએ આપ્યો મોદી સરકારને ફટકો, ભારતના GDP ગ્રોથનું અનુમાન ઘટાડ્યુ