અગરતલા: ત્રિપુરાની 60 સભ્યની વિધાનસભા માટે સુરક્ષા વચ્ચે મતદાન થયુ હતુ. વોટિંગ સવારે સાત વાગ્યે શરૂ થયુ હતુ. રાજ્યમાં 3,337 મતદાન કેન્દ્રો પર મતદાન થયુ હતુ. ત્રિપુરા ચૂંટણીમાં કુલ 259 ઉમેદવાર મેદાનમાં હતા. 1100 મતદાન કેન્દ્રોના સંવેદનશીલ અને 28ની અતિ સંવેદનશીલના રૂપમાં ઓળખ કરવામાં આવી હતી. 97 મતદાન કેન્દ્રો પર મેનેજમેન્ટ મહિલા ચૂંટણી કર્મીઓએ કર્યુ હતુ.
Advertisement
Advertisement
4 વાગ્યા સુધી 81 ટકા મતદાન
ત્રિપુરા વિધાનસભામાં 4 વાગ્યા સુધી 81 ટકા મતદાન થયુ હતુ. રાજ્યમાં સ્વતંત્ર, નિષ્પક્ષ અને શાંતિપૂર્ણ રીતે ચૂંટણી કરાવવા માટે 31,000 મતદાનકર્મી અને કેન્દ્રીય દળોના 25 હજાર સુરક્ષાકર્મી તૈનાત કરવામાં આવ્યા હતા. આ સિવાય કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જાળવી રાખવા માટે રાજ્ય સશસ્ત્ર પોલીસ અને રાજ્ય પોલીસના 31 હજાર કર્મચારીઓને તૈનાત કરવામાં આવ્યા હતા. મતદાન દરમિયાન શારીરિક રીતે વિકલાંગ અને વૃદ્ધ મતદારો માટે વિશેષ પગલા ભરવામાં આવ્યા જેથી મતદાન કેન્દ્રો પર કોઇ રીતની અસુવિધા ના થાય. ત્રિપુરા વિધાનસભા ચૂંટણી 2023માં ટ્રાન્સજેન્ડર મતદારોએ પણ ભાગ લીધો હતો.
ત્રિપુરાના મુખ્યમંત્રી માણિક સાહાએ અગરતલામાં મતદાન કર્યુ હતુ. આ દરમિયાન તેમણે કહ્યુ કે અમે શાંતિપૂર્ણ મતદાન ઇચ્છીએ છીએ. લોકો મને પૂછે છે કે મારી સામે શું પડકાર છે? પડકાર આ છે કે અપવિત્ર ગઠબંધનમાં એક સાથે આવેલા વિરોધી (કોંગ્રેસ-ડાબેરી)ને શાંતિ બનાવી રાખવી જોઇએ, તેમણે વિશ્વાસ છે કે ભાજપ અહી જરૂર સરકાર બનાવશે.
ત્રિપુરાના મુખ્ય ચૂંટણી અધિકારીએ કોંગ્રેસ અને ભાજપની સાથે સાથે ભાજપના રાષ્ટ્રીય મહાસચિવ દિલીપ સૈકિયાને પૂર્વોતર રાજ્યમાં મતદાન દરમિયાન ટ્વિટર પર મત માંગવા માટે નોટિસ ફટકારવામાં આવી હતી. ચૂંટણી પંચે કહ્યુ કે આ ટ્વીટ ચૂંટણી કાયદાનું ઉલ્લંઘન છે કારણ કે આ ટ્વીટ મંગળવાર સાંજથી શરૂ થયેલા 48 કલાકની આચારસંહિતામાં કરવામાં આવ્યા હતા. નિયમ અનુસાર ચૂંટણી પ્રચાર પડઘમ શાંત થયા પછી અંતિમ 48 કલાકમાં કોઇ પણ રીતની ચૂંટણી સામગ્રીને પ્રસારિત કરી શકાતી નથી.
ત્રિપુરામાં 60 વિધાનસભા બેઠકો માટે મતદાન થયુ
ત્રિપુરામાં ભાજપ અને આઇપીએફટી (ઇંડિજિનસ પીપુલ્સ ફ્રંટ ઓફ ત્રિપુરા) ગઠબંધન સત્તા પર કબજો મેળવવાના પ્રયાસમાં છે. ડાબેરી-કોંગ્રેસ ગઠબંધને પણ સત્તા છીનવવાનો પ્રયાસ કર્યો છે. ભાજપ 55 વિધાનસભા બેઠક પર ચૂંટણી લડી રહી છે, જ્યારે તેના સહયોગી આઇપીએફટીએ છ બેઠક પર ઉમેદવાર ઉતાર્યા છે. ડાબેરી 47 બેઠક પર ચૂંટણી લડી રહ્યા છે અને કોંગ્રેસ 13 બેઠક પર ચૂંટણી લડી રહી છે. તૃણમૂલ કોંગ્રેસે 28 બેઠક પર ઉમેદવાર ઉતાર્યા છે અને 58 અપક્ષ ઉમેદવાર પણ છે.
Advertisement