Gujarat Exclusive > ગુજરાત > મધ્ય ગુજરાત > પંચમહાલ: લક્ષ્મણપુરા પ્રાથમિક શાળા ખાતે પુલવામાંના વીર શહીદોને શ્રદ્ધાંજલિ આપવામાં આવી

પંચમહાલ: લક્ષ્મણપુરા પ્રાથમિક શાળા ખાતે પુલવામાંના વીર શહીદોને શ્રદ્ધાંજલિ આપવામાં આવી

0
360

પંચમહાલ: લક્ષ્મણપુરા પ્રાથમિક શાળા મા અભ્યાસ કરતાં છાત્રોએ પુલવામાના શહીદ જવાનોને શ્રધ્ધાજલિ અર્પણ કરી હતી. વિદ્યાર્થીઓએ બ્લેક ડે મનાવ્યો હતો.

ગત વર્ષે વેલેન્ટાઇન્સ ડેના દિવસે પુલવામામાં આતંકવાદી હુમલામાં સીઆરપીએફના 42 જવાનોના મૃત્યુ થયાં હતાં. આતંકવાદી હુમલા બાદ દેશભરમાં ગુસ્સો જોવા મળ્યો હતો. આજે વેલેન્ટાઇન ડેના દિવસે પુલવામા હુમલાની વરસીએ મૃતક જવાનોને શ્રધ્ધા સુમન અર્પણ કરાયાં હતાં. શહેરા તાલુકા ની અણીયાદ ની લક્ષ્મણપુરા પ્રાથમિક શાળા ના છાત્રોએ પુલવામાના શહીદોને શ્રધ્ધાજલિ આપવા વેલેન્ટાઇન્સ ડેની ઉજવણી કરવાના બદલે બ્લેક ડે મનાવ્યો હતો.ત્યાર બાદ અભ્યાસ કાર્યમાં ભાગ લીધો હતો.

રિપોર્ટર-ગણપત મકવાણા, પંચમહાલ

વિશ્વનું સૌથી મોટુ ક્રિકેટ સ્ટેડિયમ તૈયાર, 700 કરોડનો ખર્ચ