Gujarat Exclusive > ગુજરાત > દક્ષિણ ગુજરાત > નર્મદા: નાંદોદ એકલવ્ય મોડેલ સ્કૂલના આદિવાસી વિદ્યાર્થીઓએ કુસ્તીમાં ગોલ્ડ મેડલ મેળવ્યો

નર્મદા: નાંદોદ એકલવ્ય મોડેલ સ્કૂલના આદિવાસી વિદ્યાર્થીઓએ કુસ્તીમાં ગોલ્ડ મેડલ મેળવ્યો

0
260

વિશાલ મિસ્ત્રી રાજપીપળા:ગુજરાત સ્ટેટ ટ્રાયબલ એજ્યુકેશન સોસાયટી,ગાંધીનગર સંચાલિત એકલવ્ય મોડેલ રેસિડેન્સીયલ સ્કૂલ,નાંદોદના (ગોરા) બે વિદ્યાર્થીઓ અને બે વિદ્યાર્થીનીઓએ અંડર 14 અને અંડર-19 કુસ્તીની સ્પર્ધામાં ગોલ્ડ,સિલ્વર અને કાન્સ પદક હાસિલ કરતા નર્મદા જિલ્લાનું નામ રાષ્ટ્રીય કક્ષાએ રોશન કર્યું છે.

મધ્યપ્રદેશના ભોપાલ શહેરના તાત્યા તોપે સ્ટેડીયમ ખાતે 9/12/2019 થી 13/12/2019 સુધી રાષ્ટ્રીય સ્પોર્ટ્સ મિટ યોજાઈ હતી.જેમાં એકલવ્ય મોડેલ રેસિડેન્સીયલ સ્કૂલ,નાંદોદના (ગોરા) કોચ દેવાંગ રાઠોડના માર્ગદર્શન હેઠળ 80 kg કુસ્તીની સ્પર્ધામાં સંકેત વસાવાએ ગોલ્ડ, 65 kg કુસ્તી સ્પર્ધામાં વૈશાલી વસાવાએ ગોલ્ડ, 36 થી 40 kg કુસ્તીની સ્પર્ધામાં રશ્મિ વસાવાએ સિલ્વર અને 80 kg કુસ્તી સ્પર્ધામાં ભાવિન ચૌધરીએ કાંસ્ય પદક હાંસિલ કરી શાળાનું નામ રાષ્ટ્રીય કક્ષાએ રોશન કર્યું હતું.આ મેડલ પ્રાપ્ત કરવા બદલ નર્મદા પ્રયોજના વહીવટદાર આર.વી.બારીઆ તેમજ આચાર્ય રાકેશ લકુમ દ્વારા વિદ્યાર્થીઓને શુભકામનાઓ પાઠવાઈ હતી.

મહિલા અત્યાચારના કેસોમાં વધુ ઝડપ લાવવા ફાસ્ટ ટ્રેક કોર્ટની રચના જરૂરી: વૈંકેયા નાયડુ