વિશાલ મિસ્ત્રી, રાજપીપળા: છોટાઉદેપુર જિલ્લામાં 13થી 15 જાન્યુઆરી દરમિયાન 30મુ આદિવાસી એકતા મહાસંમેલન યોજાયું હતું. આ કાર્યક્રમમા દેશ વિદેશથી મોટી સંખ્યામાં આદીવાસીઓ અને ખાસ યુનોના સભ્ય પણ આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.આદિવાસી એકતા મહાસંમેલનમાં આદીવાસીઓ પરંપરાગત વસ્ત્રોમાં ઉપસ્થિત રહી આદિવાસી નૃત્ય દ્વારા આદિવાસી સંસ્કૃતિની ઝાંખી રજુ કરી હતી.
Advertisement
Advertisement
આ સંમેલનના સમાપન સમારંભમા ડેડીયાપાડાના MLA ચૈતર વસાવાએ આદિવાસીઓના વિકટ પ્રશ્નો મુદ્દે તમામ આદિવાસી આગેવાનોને એક થવા આહવાન કર્યું હતું.ચૈતર વસાવાએ જાહેરમંચ પરથી વધુમાં જણાવ્યું હતું કે હાલમાં વિકાસનાં નામે જળ, જંગલ અને જમીન આદિવાસીઓ પાસેથી છીનવાઈ રહી છે.આદીવાસી સમાજ દયાવાન છે, ભિલપ્રદેશ હતો એ દરમિયાન ભૂતકાળમાં આપણા પૂર્વજોએ બહારથી આવતા લોકોને સાથ આપ્યો પણ સમય જતાં એ લોકોએ આદીવાસીઓ સાથે ગદ્દારી કરી આદીવાસીઓ પાસેથી રાજ છીનવી લીધું.
ચૈતર વસાવાએ જણાવ્યું હતું કે અત્યારની લોકશાહીમાં પણ આદીવાસીઓ સાથે અન્યાય થઇ રહ્યો છે.દેશમાં મોટા મોટા પ્રોજેક્ટો આવે ત્યારે ફકત આદિવાસીઓએ જ વિસ્થાપિત થવુ પડે છે.આપણા જળ, જંગલ અને જમીન દિવસે દિવસે લૂંટાઈ રહ્યા છે તે છતાં કોઈ રાજકીય નેતાઓ કે સામાજીક આગેવાનો કશું પણ બોલતા નથી.કરોડો રૂપિયાનું ટ્રાઈબલ બજેટ હોવા છતાં આદીવાસીઓ કપરી સ્થિતિમાં જીવી રહ્યા છે.વિકાસનાં નામે આદિવાસી વિસ્તારનો વિનાશ ન થવો જોઈએ, જ્યારે પણ વિકાસની વાત આવે ત્યારે આદિવાસીઓનો જ ભોગ લેવાય છે, વિનાશથી વિકાસની બાબતે અમે સહમત નથી.
ચૈતર વસાવાએ જણાવ્યું હતું કે આદીવાસીઓના પ્રશ્નો મુદ્દે જો પાર્ટીએ મને અવાજ ઉઠાવતા રોકશે તો હું રાજીનામું આપી દઈશ.હાલમાં પણ અમે આદિવાસીઓનાં મુદ્દાઓ વિધાનસભામાં ઉઠાવીએ છીએ, ભલે અમે 5 ધારાસભ્યો છે પણ આખી વિધાનસભા હલાવવાની તાકાત રાખીએ છીએ.
Advertisement