Gujarat Exclusive > ગુજરાત > મધ્ય ગુજરાત > રાત્રિ કરફ્યૂના નામે પોલીસ વેપારીઓની કનડગત કરતી હોવાની વ્યાપક ફરિયાદ

રાત્રિ કરફ્યૂના નામે પોલીસ વેપારીઓની કનડગત કરતી હોવાની વ્યાપક ફરિયાદ

0
34
  • પોલીસનું વલણ નહીં બદલાય તો લાખો કામદારો પગારથી વંચિત રહી જવાની ભીતિ

ગાંધીનગરઃ કોરોનાને રાત્રિ કરફ્યૂના નામે પોલીસ વેપારીઓની કનડગત (Treders harassed by police)કરતી હોવાની વ્યાપક ફરિયાદ ઉઠી છે. ગુજરાતમાં કોરોનાના કાળા કેરના કારણે સરકારે રાજયના 29 શહેરોમાં રાત્રિ કરફયુ લાદી દીધો છે. આ અંગેના રાજયના ગુહ વિભાગના પરિપત્રનું પોલીસ ખોટું અર્થઘટન કરીને હોલસેલ વેપારીઓની ઓફિસો બળજબરીથી બંધ કરાવે છે. અમદાવાદ ચેમ્બર ઓફ કોમર્સ વેલફેર ફાઉન્ડેશનના પ્રમુખ જયેન્દ્ર તન્નાએ જણાવ્યું કે જો પોલીસનું આ પ્રકારનું વલણ ચાલુ રહેશે તો લાખ્ખો કામદારો પગારથી વંચિત રહેશે.

અમદાવાદ ચેમ્બર ઓફ કોમર્સ વેલફેર ફાઉન્ડેશનના પ્રમુખ જયેન્દ્ર તન્નાએ રાજયના મુખ્યમંત્રી વિજય રૂપાણી સહિત અમદાવાદ જિલ્લા કલેકટર તથા અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશનના ઓફિસર ઓન સ્પેશ્યલ ડયૂટી ડો.રાજીવકુમાર ગુપ્તા તથા શહેર પોલીસ કમિશનરને ઉદ્દેશીને પત્ર લખ્યો છે.

આ પણ વાંચોઃ રાજકોટમાં કાળ બન્યો કોરોના, 24 કલાકમાં 76 સંક્રમિત દર્દીઓના મોત

જયેન્દ્ર તન્નાએ પત્રમાં  જણાવ્યું છે કે, 27.04.21 નારોજના ગૃહ વિભાગના પરિપત્ર દ્વારા રાજ્યના મુખ્ય સંક્રમણ ધરાવતા 29 શહેરના વિસ્તારોમાં નિયંત્રણની જાહેરાત કરવામાં આવી હતી. તેનું અમદાવાદના પોલીસ ખાતા તરફથી ખોટું અર્થઘટન કરવામાં આવી રહેલ છે .

તેમણે વધુમાં  જણાવ્યું છે કે,બધી ઓફીસોને 50 ટકા સ્ટાફ સાથે ચાલુ રાખવાનો હુકમ છે , આ બાબત હુક્મમાં સ્પષ્ટ હોવા છતાં અમદાવાદના કોટ વિસ્તારના વિવિધ બજારો જેવા કે માધુપુરા મહાજન , કબૂતરખાના, ન્યૂ કલોથ માર્કેટ, ઘી કાંટા રોડ , રિલીફ રોડ, પાંચકુવા માર્કેટ તથા સારંગપુર માર્કેટ , સુમેલ કોમ્પ્લેક્સની આજુબાજુની માર્કેટ જે હોલસેલ વેપારીઓની ઓફીસો છે તેને બળજબરીથી પોલીસ (Treders harassed by police) દ્વારા બંધ કરાવવામાં આવે છે. અને દંડ પણ વસુલવામાં આવે છે.

તન્નાએ વધુમાં એમ પણ જણાવ્યું છે કે, પૂર્વ અમદાવાદમાં દિલ્હી દરવાજાથી ગીતામંદિર ટીમ્બર માર્કેટ સુધીના સમગ્ર વિસ્તારમાં આશરે 20 હજાર જેટલા હોલસેલ વેપારકર્તાઓની ઓફિસોને આ હેરાનગતિ ભોગવવી પડે છે અને તેમના વ્યવસાયને પોલીસની તા. 27.04.21 ના હુકમના વિરોધની કાર્યવાહીથી પારાવાર નુકસાની ભોગવવી પડે છે. અમારી સંસ્થાએ આ અંગે રજુઆત કરેલ પરંતુ આ માટે ન્યાય મળતો નથી ,વેપારીઓની કનડગત રોકાતી નથી .

આ પણ વાંચોઃ અમદાવાદમાં 45 વર્ષથી વધુ વયના લોકોને કોરોનાની રસી નહી અપાય, સૂચનાના અભાવે લોકો નિરાશ થઇને પરત ફર્યા

બીજી તરફ કર્મચારીઓને તા. 5 થી 7 તારીખની આસપાસ પગાર કરવાનો હોય છે પરંતુ જો આ જ પ્રકારનું પોલીસનું વલણ ચાલુ રહેશે તો લાખો કર્મચારીઓ તેમના પગારથી વંચિત રહેશે. જેથી તાત્કાલિક અસરથી આ પ્રકારની હોલસેલ માર્કેટમાં આવેલી કે હોલસેલ વ્યવસાય કરતા વેપારીઓને તેમની ઓફિસમાં પગાર આપી શકાય તે માટે બેંકોનો જે સમય છે તેમ બપોરે 2 વાગ્યા સુધી કામકાજ કરવા દેવા માટેની મજૂરી આપવી જોઇએ. Treders harassed by police

27.04.21નો હુકમ 5મી મે સુધીનો છે તો હવે ફેરફાર કરીને ઉદ્યોગકારોને જેમ હોલસેલના વેપારીઓને પણ 50 ટકા સ્ટાફની હાજરી સાથે ઓફીસ ચાલુ રાખવા દેવાની છૂટ આપવાની જરૂરત છે. આ અંગે યોગ્ય નિર્ણય કરવા તેમણે રજૂઆત કરી છે.

તસ્વીર પ્રતિકાત્મક છે

 Follow Gujarat Exclusive on Telegram For Latest News From Gujarat Follow Gujarat Exclusive on WhatsApp For Latest News From Gujarat 

Follow Gujarat Exclusive on Instagram For Latest News From Gujarat  Follow Gujarat Exclusive on Twitter For Latest News From Gujarat