Gujarat Exclusive > ગુજરાત > મધ્ય ગુજરાત > 4 વર્ષની વૈભવીએ મોતને હંફાવ્યું, લાખોના ખર્ચે થતી સારવાર શાળા આરોગ્ય કાર્યક્રમ હેઠળ ફ્રી માં થઈ

4 વર્ષની વૈભવીએ મોતને હંફાવ્યું, લાખોના ખર્ચે થતી સારવાર શાળા આરોગ્ય કાર્યક્રમ હેઠળ ફ્રી માં થઈ

0
48

ગાંધીનગર: અમરેલીના ગરીબ પરિવારની 4 વર્ષની માસૂમ પુત્રીની શસ્ત્રક્રિયા વડે સફળતા પૂર્વક સર્જરી કરવામાં આવી હતી. બાળકીના ટ્યુમરની બાયોપ્સી બાદ બાળકી હવે કેમોથેરાપીના સેશન લેશે.

અમરેલીના બાબરામાં રહેતા વૈશાલીબહેન વડોદિયાની એકની એક 4 વર્ષની પુત્રી વૈભવીએ પેટમાં અસહ્ય દર્દની ફરિયાદ કરતી રહેતી હતી. પોતાની પુત્રીના પેશાબમાં લોહી આવતું હોવાનું જણાયા બાદ વૈશાલીબહેન વૈભવીને જસદણ ખાતેની બાળકોની હોસ્પિટલમાં લઇ ગયા હતાં. પેટમાં ગાંઠ હોવાની આશંકાના કારણે બાળકીને સિવિલ હોસ્પિટલ અમદાવાદ ખાતે રિફર કરી દેવાઈ હતી.

સિવિલ મેડિસીટીની કેન્સર હોસ્પિટલમાં સિટી સ્કેન તથા અન્ય ઇન્વેસ્ટિગેશન કરવામાં આવ્યાં. પેટના સીટી સ્કેનમાં બાળકીની ડાબી કિડનીમાં 108x 93 x 90 મિ.મી. સાઇઝનું મોટું ટ્યુમર હોવાનો ખુલાસો થયો હતો. પૂરતા ઇન્વેસ્ટિગેશન બાદ બાળરોગ સર્જરી વિભાગના પ્રોફેસર અને હૅડ ડૉ. રાકેશ જોશી અને એનેસ્થેસિયા વિભાગના એસોસિએટ પ્રોફેસર ડો. તૃપ્તિ શાહ અને ટીમ દ્વારા બાળકીની સર્જરી કરવામાં આવી હતી. બાળકીના ટ્યુમરની બાયોપ્સી બાદ બાળકી હવે કેમોથેરાપીના સેશન લેશે.

ઉલ્લેખનીય છે કે આ પ્રકારના ઓપરેશનમાં ખાનગી હોસ્પિટલમાં રૂ. 8 થી 10 લાખનો ખર્ચ થતો હોય છે. આ ઉપરાંત ઇન્વેસ્ટિગેશન્સ, કેમોથેરાપી તથા અન્ય દવાઓનો જે ખર્ચ થાય તે જૂદો ગણવાનો રહે છે. મોટા ભાગના પરિવારોના કિસ્સામાં આ એક અસહ્ય નાણાકીય ભારણ સમાન હોય છે, જે પરિવારનું સુખ-ચેન બધું જ છિનવી લે છે.

વૈભવીના કિસ્સામાં પણ પરિવારની આર્થિક હાલત સારી નહોતી, પરંતુ વૈભવીની અત્રે ખાસ નોંધનીય છે કે વૈભવીના કિસ્સામાં વારંવારના ઇન્વેસ્ટિગેશન્સ, મુખ્ય સર્જરી, દવાઓ તથા કેમોથેરાપીના હવે થનારા સેશન સહિતની બધી જ સારવાર શાળા આરોગ્ય કાર્યક્રમ અને કેન્દ્ર સરકારના રાષ્ટ્રીય બાળ સુરક્ષા કાર્યક્રમના લીધે તદ્દન નિઃશુલ્ક થઈ છે.

સિવિલ સુપ્રીટેન્ડેન્ટ ડો.રાકેશ જોષીએ જણાવ્યું છે કે, સિવિલ હોસ્પિટલમાં 6 વર્ષમાં 2145 બાળકોએ શાળા આરોગ્ય કાર્યક્રમ હેઠળ સારવાર મેળવી છે.

 Follow Gujarat Exclusive on Telegram For Latest News From Gujarat Follow Gujarat Exclusive on WhatsApp For Latest News From Gujarat 

Follow Gujarat Exclusive on Instagram For Latest News From Gujarat  Follow Gujarat Exclusive on Twitter For Latest News From Gujarat