Gujarat Exclusive > આપણી જરૂરિયાત > 1 સપ્ટેમ્બરથી બદલાઇ રહ્યાં છે નિયમ, તમને થશે લાખો રૂપિયાનો લાભ

1 સપ્ટેમ્બરથી બદલાઇ રહ્યાં છે નિયમ, તમને થશે લાખો રૂપિયાનો લાભ

0
3819

સપ્ટેમ્બર મહિનાની શરૂઆતમાં દેશમાં કેટલાક મહત્વના બદલાવ થવા જઇ રહ્યો છે.સપ્ટેમ્બરમાં કેટલાક ફાઇનાન્શિયલ રૂલ્સ પ્રભાવી થશે,જે તમારા ખિસ્સામાં અસર નાખી શકે છે. આ બદલાવ હેઠળ તમને રાહત મળશે તો કેટલાક બદલાવ એવા પણ છે જે તમારા ખિસ્સા ઢીલા કરશે.રસ્તા પર ટ્રાફિક નિયમ તોડવા પર વધુ દંડ ભરવો પડશે.બીજી તરફ સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયા (SBI)ની હોમ લોન સસ્તી થઇ જશે, જેની સીધી અસર તમારા ખિસ્સા પર પડશે.

ટ્રાફિક નિયમ તોડવા પર થશે ભારે દંડ

1 સપ્ટેમ્બરથી કેટલાક ટ્રાફિક નિયમ બદલાઇ જશે, જે બાદ હવે તમને રસ્તા પર ટ્રાફિક નિયમ તોડવા પર ભારે દંડ આપવો પડશે. 1 સપ્ટેમ્બરથી મોટર વાહન (સંશોધન) અધિનિયમના 63 લાગુ થવાનો છે. જે બાદ હવે દારૂ પીને ગાડી ચલાવવા, ઓવરસ્પીડ,ઓવરલોડિંગમાં દંડ વધારવામાં આવ્યો છે. બીજી તરફ આ નિયમ હેઠળ રસ્તાના નિર્માણમાં ગડબડને કારણે અકસ્માત થવા પર કંપની અથવા ઠેકેદાર પર એક લાખ રૂપિયાનો દંડ ફટકારવામાં આવશે.

ટેક્સ મામલે ઝડપી હલ થશે

જૂના ટેક્સ મામલે નીપટાવવા માટે કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકાર નવી સ્કીમ લાવી છે. આ સ્કીમ હેઠળ હવે ટેક્સ મામલાનો હલ ઝડપી થશે. આ સ્કીમ 1 સપ્ટેમ્બરથી શરૂ થઇને 31 ડિસેમ્બર સુધી ચાલશે. આ સ્કીમમાં બાકી રહેલ ટેક્સ ચુકવી શકાશે. આ સ્કીમમાં ટેક્સ ચુકવવા પર કાયદાકીય કાર્યવાહી નહી થાય. ટેક્સ ચુકવ્યા બાદ વ્યાજ,પેનલ્ટીની છૂટ પણ મળશે. જેની હેઠળ 50 લાખ સુધીના ટેક્સ પર 70 ટકા, 50 લાખથી વધુના ટેક્સ પર 50 ટકા, 50 લાખ સુધીની દેવાદારી, અપીલ પરત કરવા પર 60 ટકા અને 50 લાખથી વધુ ટેક્સ, અપીલ વાપસી પર 40 ટકા છૂટ મળશે. આ સિવાય તેને હાઇકોર્ટ અને સુપ્રીમ કોર્ટ સાથે અપીલ દાખલ કરવા માટેની સીમાને 1 કરોડ અને 2 કરોડ રૂપિયા કરી દીધી છે.

વ્હીકલનું ઓન ડેમેજ ઇંશ્યોરન્સ ઉપલબ્ધ થશે

જનરલ ઇંશ્યોરન્સ કંપની હવે વાહનોને ભૂકંપ,પૂર જેવી કુદરતી આપત્તિ,તોડફોડ અને રમખાણ જેવી ઘટનાથી થતા નુકસાન માટે અલગથી વીમા કવર આપશે.

SBIના તમામ વર્તમાન અને નવા ગ્રાહકોને RLLR પર હોમ લોન

SBIથી લોન લઇને ઘર ખરીદવુ હવે વધુ સસ્તુ બની ગયુ છે.SBIએ હોમ લોનના વ્યાજ દરમાં 0.20 ટકાનો કાપ મુક્યો છે. 1 સપ્ટેમ્બરથી હોમ લોન પર વ્યાજ દર 8.05 ટકા હશે. RBIએ ઓગસ્ટમાં જ રેપો રેટ ઘટાડીને 5.40 ટકા કરી દીધી છે.

તંબાકુ ઉત્પાદનના પેક પર સ્વાસ્થ્યની ચેતવણીનું રોટેશન

કેન્દ્રીય સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયે તંબાકુ ઉત્પાદન પર ચેતવણી માટે નવી અધિસૂચના જાહેર કરી છે. તેની માટે સિગરેટ તેમજ અન્ય તંબાકુ ઉત્પાદન (પેકેજિંગ અને લેબલિંગ) નિયમ, 2008માં બદલાવ કરવામાં આવ્યા છે. નવા નિયમ 1 સપ્ટેમ્બર,2019થી લાગુ થશે.