ગાંધીનગર: ગુજરાત વિધાનસભા ચૂંટણી જાહેર થાય તે પહેલા જ ફરી એક વખત રાજ્યમાં IPS/SPS અધિકારીઓની બદલી કરવામાં આવી છે. ગુજરાત સરકાર દ્વારા 12 IPS/SPS અધિકારીઓની બદલી કરાઇ છે. IPS અધિકારી ઉષા રાડાને SRP ગ્રુપ-11ની જવાબદારી સોપવામાં આવી છે. એ.જી.ચૌહાણની સ્ટેટ પોલીસ એકેડમી કરાઇના પ્રિન્સિપલ તરીકે બદલી કરવામાં આવી છે.
Advertisement
Advertisement
આર.ટી.સુસરાને હજીરામાં મરિન ટાસ્કફોર્સના SP બનાવવામાં આવ્યા છે જ્યારે મુકેશ પટેલને CID ક્રાઇમમાં DIG તરીકે બદલી આપવામાં આવી છે.
બળદેવસિંહ વાઘેલાને અમદાવાદ શહેર ટ્રાફિકમાં DCPની જવાબદારી સોપવામાં આવી છે. હેતલ પટેલ સુરત સ્પેશ્યલ બ્રાંચના DCP બનાવાયા છે. કોમલ વ્યાસને અમદાવાદ કંટ્રોલ રૂમની જવાબદારી સોપાઇ છે. કાનન દેસાઇને અમદાવાદ ઝોન-4ના નવા DCP તરીકે બદલી કરાઇ છે. ભક્તિ ઠાકરને સુરત ઝોન-1ના નવા DCP બનાવવામાં આવ્યા છે.
ક્યા અધિકારીની ક્યા બદલી કરવામાં આવી
Advertisement