Gujarat Exclusive > ગુજરાત > મધ્ય ગુજરાત > ત્રણ તલાક બિલ પાસ થતા જ અમદાવાદની મહિલા બની ભોગ, આત્મહત્યાનો કર્યો પ્રયાસ

ત્રણ તલાક બિલ પાસ થતા જ અમદાવાદની મહિલા બની ભોગ, આત્મહત્યાનો કર્યો પ્રયાસ

0
420

રાજ્યસભામાં મંગળવારે ત્રણ તલાક બિલ પાસ થયુ અને ત્રણ તલાક આપવુ હવે દેશમાં ગુનો બની ગયો છે પરંતુ બિલ પાસ થયાના આગળના જ દિવસે અમદાવાદમાં ચોકાવનારી ઘટના સામે આવી છે. અમદાવાદના રિલીફ રોડમાં રહેતી મહિલાએ તેના પતિએ ત્રણ તલાક આપતા આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો.પત્નીની હાલત અત્યારે ગંભીર છે અને હોસ્પિટલમાં તેની સારવાર ચાલી રહી છે.

અમદાવાદના કારંજ પોલીસ સ્ટેશનમાં સનાબાનું નામની મહિલાને તેના પતિએ પિયરમાંથી 20 હજાર રૂપિયા માંગવાનું કહ્યું હતું પરંતુ તેણે ઘરેથી પૈસા મંગાવવાની ના પાડી હતી, જેના કારણે તેના પતિએ તેને ત્રણ વખત તલાક કહ્યાં હતા, જેને લઇ પરિણિતાએ કેરોસીન પીને આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો.જોકે, પરિવારજનોને જાણ થતા તેને તુરંત સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવી હતી અને પોલીસને જાણ કરી હતી.

મહત્વપૂર્ણ છે કે એક લાંબી લડાઇ બાદ મંગળવારે રાજ્યસભામાં ત્રણ તલાક બિલ પાસ થઇ ગયુ છે. લોકસભામાં આ બિલ પહેલા જ પાસ થઇ ગયુ છે. હવે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદના સહીની રાહ છે અને પછી દેશમાં ત્રણ તલાક ગુનો બની જશે.

કાયદામંત્રી રવિશંકર પ્રસાદ તરફથી રાજ્યસભામાં આ રીતનો તર્ક રાખવામાં આવ્યો કે મુસ્લિમ પુરૂષ પોતાની પત્નીને કોઇ પણ કારણનો હવાલો આપીને આ રીતે તલાક આપી દે છે, જેને કારણે સરકારે આ કડક કાયદો બનાવવો પડી રહ્યો છે.

કેમ ખાસ છે ટ્રીપલ તલાક બિલ, શું મુસ્લિમ મહિલાઓને મળશે તેમનો હક્ક?