Gujarat Exclusive > ગુજરાત એક્સક્લૂઝિવ > સાવરકર માટે ‘ભારત રત્ન’ માંગનાર ત્રેલોક્યનાથને ભૂલી ગયા, 30 વર્ષ જેલ ભોગવનાર ક્રાંતિકારીની કથા

સાવરકર માટે ‘ભારત રત્ન’ માંગનાર ત્રેલોક્યનાથને ભૂલી ગયા, 30 વર્ષ જેલ ભોગવનાર ક્રાંતિકારીની કથા

0
281

એક એવી વ્યક્તિ જેના ઉલ્લેખ વગર દેશની સ્વંત્રતા આંદોલનની ચર્ચા અધૂરી રહેશે, જેમને પોતાના જીવનના સર્વશ્રેષ્ઠ 30 વર્ષ જેલની કાળી કોઠરીમાં વિતાવી નાખ્યા. દેશની આઝાદી માટે ત્રેલોક્યનાથ ચક્રવર્તીએ જેલને જ પોતાનું ઘર બનાવી લીધી હતી.

વર્તમાન સમયમાં ભારતમાં સાવરકરને ભારત રત્ન આપવાની માંગ બીજેપીના કેટલાક નેતાઓ કરી રહ્યાં છે. જોકે, એક એવા ક્રાંતિકારી જેમને પોતાનું આખુ જીવન દેશની સ્વંત્રતા માટે ખર્ચી નાખ્યું, જ્યારે સ્વતંત્રતા મળી ગઇ ત્યાર બાદ પણ પોતાના કૌમના લોકોની સેવા કરવા માટે પાકિસ્તાનમાં રહેવાનું પસંદ કર્યું. તેવામા જ્યારે સાવરકરને ભારત રત્ન આપવાની માંગ કરવામા આવી રહી છે, ત્યારે તેમને ત્રેલોક્યનાથ ચક્રવર્તીને ભૂલવા જોઈએ નહીં. તેથી 30 વર્ષ સુધી સાવરકર સાથે જેલમાં રહ્યાં પણ આમની માટે કોઇ કેમ ભારત રત્નની માંગ કરી રહ્યું નથી, તે એક દુ:ખદ વાત છે.

દિવંગત ચક્રવર્તી ઢાકા અનુશીલ સમિતિના સભ્ય હતા. ચક્રવર્તીની જેમ સૌથી વધારે સમય સુધી અન્ય કોઇ નેતાએ તે દરમિયાન જેલની યાતનાઓ સહન કરી નહતી. દેશના વિભાજન પછી ત્રૈલોક્યનાથ ચક્રવર્તી પૂર્વ પાકિસ્તાનમાં જ રહી ગયા હતા. હાલ તેને બાંગ્લાદેશ તરીકે આપણે ઓળખીએ છીએ.

આમનો જન્મ વર્ષ1889માં બંગાળના મેમનસિંહ જિલ્લાના કપાસતિયા ગામમાં થયો હતો, જે હાલમાં બાંગ્લાદેશમાં છે. બાળપણથી જ ત્રૈલ્યોક્ય ચક્રવર્તીના પરિવારનું વાતાવરણ રાષ્ટ્રીય ભાવનાથી ઓપ-પ્રોત હતો. પિતા દૂર્ગાચરણ તથા ભાઇ વ્યોમીની મોહનનો તેમના જીવન પર વ્યાપાક પ્રભાવ પડ્યો હતો. પિતા દૂર્ગાચરણ સ્વદેશી આંદોલનના સમર્થક હતા. ભાઈ વ્યામિની મોહનનો ક્રાન્તિકારીઓ સાથે સંપર્ક હતો. આનો પ્રભાવ ત્રેલોક્ય ચક્રવર્તી ઉપર પણ પડ્યો હતો.

દેશ પ્રેમની ભાવના તેમના મનમાં ઉંડે સુધી સમાયેલી હતી. ઈન્ટરની પરીક્ષા આપ્યા પહેલા જ અંગ્રેજ સરકારે તેમને બંદી બનાવી લીધા. જેલમાંથી છૂટતાની સાથે અનુશીલન સમિતિમાં જોડાઇ ગયા. વર્ષ 1909માં તેમને ઢાકા ષડયંત્ર કેસના મુખ્ય આરોપી બનાવવામા આવ્યા, પરંતુ તેઓ પોલીસના હાથે આવ્યા નહીં. વર્ષ 1912માં તેમની ધરપકડ થઇ, પરંતુ આંદોલનમાં તેમની સંલિપ્તા કોર્ટમાં સિદ્ધ થઇ શકી નહીં.

વર્ષ 1914માં તેમને બારીસાલ ષડયંત્ર કેસમાં સજા થઇ અને સજા કાપવા માટે તેમને અંડમાન મોકલી દેવામા આવ્યા. તેઓ આને સજા નહીં પરંતુ તપસ્યા માનતા હતા અને તેમનો વિશ્વાસ હતો કે, તેમની આ તપસ્યાના પરિણામસ્વરૂપ ભારતવર્ષને સ્વતંત્રતા મળશે. વીર સાવરકર અને ગુરૂમુખ સિંહ જેવા ક્રાન્તિકારી તેમના સાથે રહ્યાં હતા. આ લોકોએ ત્યાં સંગઠન શક્તિના બળ ઉપર રચનાત્મક કાર્ય કર્યા.

સાવરકરના સહયોગીના રૂપમાં તેમને જેલમાં જ હિન્દી ભાષાનું પ્રચાર શરૂ કર્યુ. સાવરકર પાસેથી હિન્દી શિખનાર તેઓ પ્રથમ વ્યક્તિ હતા. પરતંત્ર ભારતમાં પણ તેઓ સ્વતંત્ર ભારતની વાતો વિચાર્યા કરતાં હતા. તેમને વિશ્વાસ હતો કે, હવે દેશ સ્વતંત્ર થઇ જશે. તેમના એવા વિચાર હતા કે, આ વિશાળ દેશને એક સૂત્રમાં બાંધવા માટે એક ભાષા હોવી ખુબ જ આવશ્યક છે. આ ભાષા હિન્દી જ હોઇ શકે છે. અંતે ભાષાના પ્રચારનું કાર્ય તેમને સાવરકર સાથે કાળા પાણીની જેલમાં જ આરંભી દીધુ હતું. આમ તેમના પ્રયત્નોથી ત્યાં 200થી વધારે કેદીઓએ ત્યાં હિન્દી શિખી હતી. આમ જેલની દિવાળો અને કાળા પાણીની બંધ કોઠરીઓમાં પણ મનસ્વી અને કર્મનિષ્ઠ ચૂપ બેસતા નહતા.

વાઇસરોય લોર્ડ કર્જને જૂલાઇ 1905માં બંગાળનું વિભાદન કરી દીધુ. કર્જનનો તર્ક હતો કે, આનાથી શાસનમાં ચૂસ્તી આવશે. મોટું રાજ્ય હોવાના કારણે પૂર્વ હિસ્સો ઉપેક્ષિત રહી જાય છે. જોકે, બાંગ્લાદેશવાસીઓએ માન્યું કે, ‘ભાગલા પાડો અને રાજ કરો’ની નીતિ હેઠળ હિન્દુ અને મુસ્લિમોને અલગ-અલગ કરીને આંદોલનને કમજોર કરવા માટે અંગ્રેજોએ ભાગલા પાડ્યા છે.

અવિભાજિત બંગાળના પૂર્વ વિસ્તારમાં મુસ્લિમોની આબાદી વધારે હતી અને પશ્ચિમ વિસ્તારમાં હિન્દુઓની. આ વિભાજનથી બંગાળમાં અંગ્રેજો વિરૂદ્ધ ગુસ્સો હતો. આ વિભાજન પછી અનુશીલ સમિતિએ પૂર્ણકાલિક કાંતિકારી સંસ્થાના રૂપ લીધો. આ સંસ્થા તરફથી યુગાંતર નામની પત્રિકા પણ નિકાળવામા આવતી હતી.

મહાત્મા ગાંધીની અહિંસક આંદોલનની જગ્યાએ સશસ્ત્ર કાંતિનો માર્ગ લીધો હતો. ફિરંગિઓ વિરૂદ્ધ લડાઈમાં ત્રેલોક્યનાથે નેતાજી સુભાષ ચંદ્ર બોસનો સાથ આપ્યો. દેશને આઝાદ કરાવવામાં ત્રેલોક્ય નાથનો બહુમૂલ્ય સાથ હતો. તે છતાં પાકિસ્તાની સરકારે તેમના સાથે અત્યાચાર કર્યા.

લાંબા સમય સુધી જેલની યાતનાઓના કારણે શરીર જર્જરિત થઇ ચૂક્યા હતા. સારવાર માટે તેઓ 1970માં ભારત આવ્યા હતા. ત્યારે પણ અહીં કહ્યું હતુ કે, પાકિસ્તાનનો સામાન્ય વ્યક્તિથી ભારતથી દોસ્તી ઈચ્છે છે. ભારતના પણ સામાન્ય લોકો પાકિસ્તાનથી મિત્રતા ઈચ્છે છે. મુસ્લિમ રાજના જમાનામાં હિન્દુ-મુસલમાન એકજૂટ થઇને રહેતા હતા.

પોતાની યાત્રા દરમિયાન ત્રૈલોક્ય નાથ નવી દિલ્હીમાં જનપથ સિથિત સાંસદ સુરેન્દ્ર મોહન ઘોષના આવાસમાં રોકાયા હતા. તેમને અહીં રાષ્ટ્રપતિ વી.વી ગિરિ સાથે મુલાકાત કરી હતી.

પોતાના જીવનના અંતિમ દિવસોમાં ત્રૈલોક્ય નાથ ચક્રવર્તીએ એક પત્રકાર સાથે વાતચીત કરી હતી. તેમને પૂછવામા આવ્યું કે, ભારત અને પાકિસ્તાન વચ્ચે મિત્રતા માટે તમે પોતે કેમ કશું કરી રહ્યાં નથી? આનો જવાબ આપતા તેમને કહ્યું કે, ‘આ કામ કોઈ હિન્દૂ ના કરી શકે, કેમ કે, આવું કરવા પર તેના પર ભારતીય એજેન્ટ હોવાનો આરોપ લાગી જશે.’

તમને જણાવી દઇએ કે, ચક્રવર્તીએ પૂર્વ પાકિસ્તાનમાં રહ્યા હતા, જેથી તેઓ અલ્પસંખ્યકોના દુ:ખ-સુખમાં તેમનો સાથ આપી શકે. સારવાર માટે તેઓ 1970માં તેઓ ત્રણ મહિના માટે ભારત આવ્યા અને 1 ઓગસ્ટ 1970માં તેમને હિન્દુસ્તાનની ધરતી પર અંતિમ શ્વાસ લીધા.

5 દિવસ ઉજવાશે દિવાળીનો પર્વ, જાણો ક્યા દિવસે કયો તહેવાર આવશે?