Gujarat Exclusive > દેશ-વિદેશ > સખ્ત ટ્રાફિક નિયમો: ભગવાન ‘રામ‘નો પણ ફાટ્યો મેમો! ચૂકવ્યા ₹ 1.41 લાખ

સખ્ત ટ્રાફિક નિયમો: ભગવાન ‘રામ‘નો પણ ફાટ્યો મેમો! ચૂકવ્યા ₹ 1.41 લાખ

0
2922

નવો મોટર વ્હીકલ એક્ટ (New Motor Vehicle Act 2019) લાગુ થયા બાદ પોલીસની ગંભીર ભૂલોની માહિતી સામે આવી છે. ક્યાંક પોલીસે હેલ્મેટ પહેર્યા વિના કાર ચલાવતા લોકોનો મેમો ફાડ્યો હોય એવા કિસ્સા પણ સામે આવ્યા છે. આ વખતે મેમો ફાડ્યો તેમના ભૂલથી દંડ આપનારનું નામ જ ખોટુ લખી નાંખ્યું છે. વાસ્તવમાં દિલ્હીની રોહિણી કોર્ટમાં રાજસ્થાનના એક ટ્રકને 1,41,700 રૂપિયાનો મેમો ફાડ્યો છે. બિકાનેરના ટ્રક માલિકે રોહિણી કોર્ટમાં મેમોની પૂરી રકમ ચૂકવી દીધી છે.

ટ્રક માલિકનું નામ લખવામાં કરી ભૂલ

આ ટ્રકનો દિલ્હીમાં 5 સપ્ટેમ્બરના રોજ ઓવરલોડિંગના કારણે 70 હજારનો મેમો ફાડવામાં આવ્યો હતો. ટ્રકમાં વધારે માલ નાંખવા બદલ તેના માલિક પર પણ 70 હજાર રૂપિયાની રશીદ પકડાવી દેવામાં આવી હતી. ટ્રક માલિકના જણાવ્યા અનુસાર, આ સિવાય પણ 1700 રૂપિયાની રશીદ ફાડવામાં આવી છે. આમા મેમાની કુલ રકમ 1,41,700 રૂપિયા છે.

9 સપ્ટેમ્બરે તેમણે મેમાની સમગ્ર રકમની ચૂકવણી રોહિણી કોર્ટમાં કરી દીધી છે. ચૂકવણીની સ્લીપમાં દંડ ભરનારનું નામ ભગવાન રામ લખવામાં આવ્યું છે, જ્યારે RTO બિકાનેરમાં નોંધાયા પ્રમાણે, ટ્રકના માલિકનું નામ હરમન રામ છે.

નિયમોની યોગ્ય જાણકારીના અભાવે વાહન ચાલકો દંડાયા

જણાવી દઈએ કે, 1 સપ્ટેમ્બરથી દેશમાં નવો મોટર વ્હીકલ એક્ટ લાગુ થયા બાદ અજીબોગરીબ કિસ્સાઓ સામે આવી રહ્યા છે. અત્યાર સુધી માહિતી મળતી હતી કે, કોઈનું 15 હજાર રૂપિયાનું, તો કોઈનું 25 હજાર અને કોઈનો 60 હજાર રૂપિયા સુધીનો મેમો ફાટ્યો હોય. જો કે દિલ્હીની રોહિણી કોર્ટમાં સોમવારે 1,41,700 રૂપિયાનો મેમો જમા કરવામાં આવ્યો હતો. જેમાં જમા કરાવનારનું નામ ખોટું નાંખવામાં આવ્યું હતું. દેશમાં નવા મોટર વ્હીકલ એક્ટ લાગુ થયે, 10 દિવસ વીત્યા છે. વાહન ચાલકોને નિયમોની યોગ્ય જાણકારી ના હોવાને કારણે અવારનવાર દંડાઈ રહ્યાં છે.

જણાવી દઈએ કે, નવો કાયદો અમલમાં આવ્યા બાદ દંડની રકમમાં સતત વધારા બાદ દેશના અલગ-અલગ ભાગોમાં મોટી રકમના મેમો ફાડવામાં આવ્યા હોવાની માહિતી સામે આવી રહી છે. એવામાં એક મામલે મેમો ફાડવા પર દિલ્હીના એક યુવકે પોતાની બાઈકને આગને હવાલે કરી દીધી હતી.

કાશ્મીરના સપના જોતું પાકિસ્તાન આર્થિક રીતે પાયમાલ