Gujarat Exclusive > ગુજરાત > મધ્ય ગુજરાત > CM રૂપાણીએ ટ્રાફિક ભંગનો દંડ ઘટાડ્યો, તો ગડકરીએ આંખો દેખાડી

CM રૂપાણીએ ટ્રાફિક ભંગનો દંડ ઘટાડ્યો, તો ગડકરીએ આંખો દેખાડી

0
7109

દેશમાં નવા મોટર વ્હીકલ એક્ટ (New Motor Vehicle Act)માં ભારે દંડને લઈને લોકોની નારાજગી જોતા કેટલાંક રાજ્યોની સરકારો થોડી છૂટછાટો આપવાનો વિચાર કરી રહી છે. જે અંતર્ગત ગુજરાતમાં (Gujarat) વિજય રૂપાણીની (Vijay Rupani) સરકારે દંડની રકમ ઓછી કરી દીધી છે. જો કે આ દરમિયાન માર્ગ અને કેન્દ્રીય પરિવહન મંત્રી નીતિન ગડકરી (Minister of Road Transport and Highways Nitin Gadkari)એ જણાવ્યું કે, મોટર વ્હીકલ સંશોધન બિલમાં કોઈ પણ રાજ્ય પરિવર્તન નહીં કરી શકે.

ગડકરીએ જણાવ્યું કે, મેં રાજ્યો પાસેથી જાણકારી મેળવી છે. અત્યાર સુધી એવું કોઈ રાજ્ય નથી, જેણે કહ્યું હોય કે, આ એક્ટ લાગુ નહીં કરીએ. કોઈ પણ રાજ્ય આમાંથી બાકાત નથી.

ગડકરી પર દંડાયા
અગાઉ પણ ગડકરી ટ્રાફિક દંડ વધારવાના નિર્ણયને લઈને પોતાનો અનેક વખત બચાવ કરી ચૂક્યા છે. તેમણે સ્પષ્ટ જણાવ્યું કે, સરકારે ટ્રાફિક નિયમોના ભંગ પર દંડની રકમ વધારવાનો નિર્ણય ખિસ્સા ભરવા માટે નહી, પરંતુ લોકોને ટ્રાફિકના નિયમોનું પાલન કરવા માટે પ્રેરિત કરવા અને માર્ગોને સુરક્ષિત બનાવવાના હેતુથી લીધો છે. આ સાથે જ તેમણે જણાવ્યું કે, એક વખત ઓવરસ્પીડિંગના ચક્કરમાં તેમની ગાડીનો પણ મેમો ફાટી ચૂક્યો છે.

દંડની રકમ ઘટાડવાની જાહેરાત
જણાવી દઈએ કે, ગુજરાત સરકારે મંગળવારે દંડરની રકમ ઘટાડવાની જાહેરાત કરી હતી. રાજ્ય સરકારે ખાસ કરીને ટૂવ્હીલર તથા કૃષિના કાર્યમાં લાગેલા વાહનોને છૂટ આપી છે. ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પત્રકાર પરિષદમાં જણાવ્યું કે, અમે આ નવા નિયમોની 50 કલમોમાં ફેરફાર કર્યો છે. જેમાં અમે દંડની રકમને ઓછી કરી છે.

નવા નિયમ પ્રમાણે, હેલ્મેટ નહી પહેરવા પર દંડની રકમને 1000થી ઘટાડીને 500 રૂપિયા કરવામાં આવી છે. જ્યારે સીટ બેલ્ટ ના બાંધ્યો હોય તો રૂપિયા 500નો દંડ, લાઈસન્સ વિના વાહન ચલાવનારને 3000 રૂપિયાનો દંડ અને ઓવરસ્પીડમાં વાહન હંકારતા ચાલકને 100 રૂપિયાનો દંડ ફટકારવામાં આવશે.

DGP શિવાનંદ ઝાનો પરિપત્ર, પોલીસ અધિકારીને પણ કરવામા આવશે દંડ