Gujarat Exclusive > ગુજરાત > મધ્ય ગુજરાત > અમદાવાદમાં 7 દિવસમાં 2470 લોકોએ ડિજિટલ દંડ ભર્યો

અમદાવાદમાં 7 દિવસમાં 2470 લોકોએ ડિજિટલ દંડ ભર્યો

0
71

અમદાવાદ શહેરમાં સાત દિવસમાં 2470 લોકોએ સ્વાઇપ મશીનથી 12.9 લાખ રુપિયાનો દંડ ભર્યો છે. હવે ટ્રાફિક પોલીસ દ્વારા ડિજીટલ પેમેન્ટથી દંડ લેવામાં આવી રહ્યો છે.

શહેરમાં ટ્રાફિક પોલીસ દ્વારા નિયમનો ભંગ કરનારાઓ સામે લાલ આંખ કરવામાં આવી છે. ત્યારે છેલ્લા એક અઠવાડિયામાં જનતા પાસેથી 12.09 લાખ રુપિયાનો દંડ પણ વસૂલ્યો છે. ટ્રાફિકના નિયમોનું ઉલ્લંઘન કરતા સરેરાશ 5 હજાર વાહન ચાલકો રોજનો રૂ.10 લાખ જેટલો દંડ ભરે છે, જેમાં સ્થળ દંડ, ક્રેનનો દંડ, ઈ-મેમો સહિતના દંડનો સમાવેશ થાય છે. જોકે કોરોનાના કારણે લોકો રોકડમાં વ્યવહાર કરતા બંધ થઇ ગયા હતા, જેની અસર ટ્રાફિક પોલીસના સ્થળ દંડ પર પણ પડી હતી, જેથી ટ્રાફિક પોલીસે રોકડની સાથે ક્રેડિટ, ડેબિટ કાર્ડ સ્વાઈપ કરીને દંડ વસૂલ કરવાનું શરૂ કર્યું હતું, જેના માટે ટ્રાફિક પોલીસે 300 સ્વાઈપ મશીન ખરીદ્યાં હતાં.

શહેરના 150 પોઈન્ટ પર ટ્રાફિક પોલીસ દ્વારા દંડ લેવામાં આવી રહ્યું છે. જેના માટે ટ્રાફિક પોલીસના 150 હેડ કોન્સ્ટેબલોને ટ્રેનિંગ આપવામાં આવી હતી. ત્યાર બાદ 30મીથી ટ્રાફિક પોલીસે સ્વાઈપ મશીનથી પણ દંડ લેવાનું શરૂ કર્યું હતું. એક અઠવાડિયામાં 2470 વાહન ચાલકોએ ક્રેડિટ, ડેબિટ કાર્ડથી રૂ.12,09,266 નો દંડ ભર્યો હતો.

 Follow Gujarat Exclusive on Telegram For Latest News From Gujarat Follow Gujarat Exclusive on WhatsApp For Latest News From Gujarat 

Follow Gujarat Exclusive on Instagram For Latest News From Gujarat  Follow Gujarat Exclusive on Twitter For Latest News From Gujarat

(પ્રતિકાત્મક તસવીર)