Gujarat Exclusive > આપણી જરૂરિયાત > વ્યાપાર > ટ્રાફિક ઇ-કોર્ટનો પ્રારંભઃ હવેથી ટ્રાફિકના મેમો ભરવા કોર્ટમાં જવાથી મુક્તિ મળશે

ટ્રાફિક ઇ-કોર્ટનો પ્રારંભઃ હવેથી ટ્રાફિકના મેમો ભરવા કોર્ટમાં જવાથી મુક્તિ મળશે

0
38

દિલ્હી ઉપરાંત 6 રાજ્યોમાં ટ્રાફિક ઇ-કોર્ટનો પ્રોજેક્ટ સફળ, દંડ ભરી રસીદ પણ મેળવી શકાશે

નવી દિલ્હીઃ દેશમાં ઇ-કોર્ટનો પ્રારંભ થઇ ગયો છે. તેથી ટ્રાફિકના મમો ભરવા માટે કોર્ટ (Traffic E Court)માં જવાથી મુક્તિ મળશે. એટલે ઓનલાઇન ગમે ત્યારે દંડ ભરી શકાશે અને તેની રિસિપ્ટ પણ મેળવી શકાશે. દિલ્હી સહિત 6 શહેરોમાં શરુ કારાયેલાપાઇલટ પ્રોજેક્ટમાં 21 જાન્યુઆરી સુધી 41 લાખથી વધુ કેસોનો ઉકેલ આવવાનો દાવો કરાયો છે.

હાલમાં છ રાજ્યો અને એક કેન્દ્રશાસિત પ્રદેશમાં આવી ટ્રાફિક ઇ-કોર્ટનો પ્રયોગ કરાઇ રહ્યો છે. જેમાં મોટી સફળતા મળતા કેન્દ્ર સરકારે ગુજરાત સહિત આવી ઇ-કોર્ટ સ્થાપવા માટે 25 રાજ્યોને 1,142 કરોડ રૂપિયાની મંજૂરી આપી દીધી છે. સંબંધિત રાજ્યોને આવી ઇ-કોર્ટ સ્થાપવા માટે જુલાઈ 2021 સુધીનો સમય આપવામાં આવ્યો છે.

આ પણ વાંચોઃ PNBમાં 14000 કરોડનું કૌભાંડઃ આરોપી નિરવ મોદીની બહેન-બનેવીના વોરન્ટ રદ

દિલ્હી ઉપરાંત 6 રાજ્યોના 7 શહેરોમાં સફળ પ્રોજેક્ટ

કોરોના યુગ દરમિયાન મે 2020માં પ્રથમવાર રાજધાની દિલ્હીમાં બે ઇ-કોર્ટની સ્થાપના કરવામાં આવી હતી. જેનું કામ દેશભરની અદાલતોમાં પેન્ડિંગ કેસો સાથે કામ કરવાનું હતું. તેની સફળતા બાદ હરિયાણા (ફરીદાબાદ), તામિલનાડુ (ચેન્નાઈ), કર્ણાટક (બેંગ્લુરુ), કેરળ (કોચી), મહારાષ્ટ્ર (નાગપુર, પૂણે) અને આસામ (ગુવાહાટી) માં ઇ-કોર્ટ (Traffic E Court) શરૂ કરવામાં આવી હતી.

કેન્દ્રીય કાયદા મંત્રાલયના દાવા મુજબ આ ઇ-કોર્ટોએ 20 જાન્યુઆરી, 2021 સુધીમાં 41 લાખથી વધુ કેસનો નિકાલ કર્યો છે.

ટ્રાફિક ઈ-કોર્ટ આ રીતે કામ કરે છે

જો વાહનવ્યવહારના નિયમોનું ઉલ્લંઘન કરવા બદલ કોઈને મેમો ભરવાનું આવે છે તો તે 24 કલાકમાં જ ગમે ત્યારે ઓનલાઈન ચુકવણી કરી શકે છે. તેમાંથી રસીદ પણ મળી જાય છે. ઉદાહરણ તરીકે જો કોઈ વિસ્તારમાં પોલીસ દ્વારા કેમેરાની મદદથી કોઈ વાહનચાલકનું ઓવર સ્પીડ, હેલ્મેટ નહીં પહેરવા જેવા ગુનામાં મેમો કપાય છે, તો એની માહિતી તરત ઓનલાઈન પોર્ટલમાં આવી જશે. ત્યાર પછી પોર્ટલ મેસેજ કરીને વાહનમાલિકને તે માહિતી મોકલશે. ત્યારે વાહનમાલિક મેમો (Traffic E Court) ભરવા માગશે તો તે મોબાઈલમાં મળતી લિંકથી દંડ ભરી શકશે.

આ પણ વાંચોઃ રિઝર્વેશન વગર પણ કરી શકશો મુસાફરી, 5 એપ્રિલથી ચાલુ થઇ રહી છે 71 ટ્રેન

 Follow Gujarat Exclusive on Telegram For Latest News From Gujarat Follow Gujarat Exclusive on WhatsApp For Latest News From Gujarat 

Follow Gujarat Exclusive on Instagram For Latest News From Gujarat  Follow Gujarat Exclusive on Twitter For Latest News From Gujarat