Gujarat Exclusive > ગુજરાત > દક્ષિણ ગુજરાત > નર્મદા: ટ્રેક્ટર માલિકોએ રસ્તા રોકો આંદોલન કર્યું, નરેગાના કામ હેઠળ નાણા ન ચૂકવાયા હોવાનો આક્ષેપ

નર્મદા: ટ્રેક્ટર માલિકોએ રસ્તા રોકો આંદોલન કર્યું, નરેગાના કામ હેઠળ નાણા ન ચૂકવાયા હોવાનો આક્ષેપ

0
1300

વિશાલ મિસ્ત્રી,રાજપીપળા: નાંદોદ તાલુકાના તરોપા ગામે નાળાની જગ્યાએ સાઈડ પર રસ્તો બનાવવાનો હોય રસ્તા માટે માટી પુરાણ કરવાનું હતું એટલે નરેગાના કામ હેઠળ માટી ખોદકામ કરાવી ટ્રેક્ટર વડે આ ખાડીમાં પુરાણ કરવામાં આવ્યું હતું. ગામના મિતેશ પટેલ, પ્રવિણ વસાવા, પંકજભાઈ ઠાકોરના ટ્રેક્ટર વડે જરૂરી ભાડું નક્કી કરી ગ્રામ પંચાયત દ્વારનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. પરંતુ આ બાબતે વારંવાર માંગણી કરતા છતાં પંચાયત દ્વારા આજ દિન સુધી નાણાંના ચુકવતા આ ત્રણ ટ્રેક્ટર માલિકોએ પોતાના રૂપિયા લેવા તરોપા ગામનો રસ્તો રોકી આંદોલન કરી પંચાયત સામે દેખાવો કર્યો હતો.

આ બાબતે ત્રણેય ટ્રેક્ટર માલિકોએ જણાવ્યું હતું કે, આજથી 2 વર્ષ પહેલાં અમે તરોપા ગામના મુખ્ય રસ્તા માટે માટી કામ કર્યું હતું.જેની અંદાજિત રકમ આશરે 5 લાખ રૂપિયા હતી, જેના મહેનતણાં પેટે આશરે 1.50 લાખ જેટલા નાણાં ગ્રામ પંચાયત તરોપા પાસેથી લેવાના થાય છે. જે આજ દિન સુધી અમને મળ્યા નથી. ઘણી વાર રાજુઆત કરવા છતાં કોઈ સંતોષકારક જવાબ મળ્યા નથી.

ગ્રાન્ટ મંજુર થતાજ કોન્ટ્રાક્ટરના બિલ પાસ થઈ ગયા જ્યારે માટી કામ કરતા ટ્રેક્ટર ચાલકોના બિલનો પ્રશ્નો આવ્યો ત્યારે મનરેગા એજન્સી માંથી નાણાં મજુર થયા નથી. એવા બહાના બતાવામાં આવે છે જેથી નાણાંની ભીંસ અનુભવીને છેવટે રસ્તો બંધ કરવાનો નિર્ણય લીધો છે. જો અમારી સમસ્યાનું નિરાકણ નહી આવે તો ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરીશુ. આ બાબતે તરોપા ગામના સરપંચ રોહિત વસાવાએ જણાવ્યું કે આ માટીકામ નરેગામાં કરાયું હોય નરેગાની ગ્રાન્ટ આવી નથી અમે પણ વારંવાર રજૂઆત કરીએ છે પણ ગ્રાન્ટ આવે તો અમારે પૈસા આપવાના છે અમે ક્યાં ના પાડીયે છે.

અમદાવાદમાં કોરોના કેસોની સંખ્યા 10 હજારને પાર