ટોયોટા કિર્લોસ્કર મોટરે ઘરેલુ બજારમાં એમપીવી કાર Toyota Innova Hycrossને લૉન્ચ કરી દીધી છે. નવી ઇનોવા હાઇક્રોસમાં એડવાન્સ ફીચર્સ અને ટેકનિક સાથે કેટલાક બદલાવ કરવામાં આવ્યા છે, જે વર્તમાન ઇનોવા ક્રિસ્ટાથી અલગ છે. આ ટોયોટા મૉડ્યૂલર TNGA-C પ્લેટફૉર્મ પર તૈયાર એમપીવી છે અને સૌથી રસપ્રદ વાત આ છે કે લૈડર ફ્રેમ બૉડી પર બેસ્ટ આ એમપીવીમાં ફ્રંટ વ્હીલ ડ્રાઇવ (FWD) સિસ્ટમનો ઉપયોગ કરવામાં આવ્યો છે.
Advertisement
Advertisement
Innova Hycrossની બુકિંગ
કંપનીએ નવી Innova Hycrossને માત્ર પ્રદર્શનમાં મુકી છે અને તેની કિંમતની જાહેરાત આવતા વર્ષે જાન્યુઆરીના મધ્યમાં કરવામાં આવશે. કંપનીએ ઓફિશિયલ બુકિંગ આજથી શરૂ કરી દીધી છે. પેટ્રોલ અને સ્ટ્રોંગ હાઇબ્રિડ વર્જન બન્ને ચાર વેરિએન્ટમાં આવે છે. ગ્રાહક બે પેટ્રોલ (જી અને જીએક્સ) અને ત્રણ પેટ્રોલ હાઇબ્રિડ વેરિએન્ટ વીએક્સ, જેડએક્સ અને જેડએક્સ (ઓ)ની ચૂંટણી કરી શકે છે. આ કાર 7 સીટ અને 8 સીટના વિકલ્પ સાથે ઉપલબ્ધ છે અને તેની બુકિંગ ગ્રાહક 50 હજાર રૂપિયાના ટોકન એમાઉન્ટથી કરી શકે છે.
કારની ડીઝાઇન કેવી છે
Innova Hycrossને કંપનીએ એસયૂવી સ્ટાયલિંગથી સજાવી છે, તેનો ફ્રંટ લુક તમને વધુ આકર્ષક લાગશે, તેમાં ક્રોમ બોર્ડર સાથે હેક્સાગોનલ ગ્રિલ, સ્લીક LED હેડલાઇટ્સ, મસક્યુલર ફ્રંટ બંપર અને મોટા વેંટ્સ આપવામાં આવ્યા છે. 18 ઇંચના અલૉય વ્હીલ અને અંડર બૉડી ક્લૈડિંગ એમપીવીની સાઇડ પ્રોફાઇલને સારી બનાવે છે, જેમાં ટૂ-ટોન આઉડ સાઇડ રિયર વ્યૂ મિરર પણ આપવામાં આવ્યુ છે, જે ઇન્ટિગ્રેટેડ LED ટર્ન સિગ્નલ સાથે આવે છે.
ખાસ ફિચર્સ આપવામાં આવ્યા
અન્ય ફીચર્સમાં તેમાં સેકન્ડ રોમાં ફૂટ રેસ્ટ સાથે કેપ્ટન સીટ આપવામાં આવી છે. આ સિવાય કનેક્ટેડ કાર ટેક, ઓવર-ધ-એર (OTA) અપડેટ્સ, પેનૌરમિક સનરૂફ, રૂફ માઉન્ટેડ એર કંડિશન વેટ્સ, વાયરલેસ ચાર્જિંગ, વેંટિલેટેડ સીટ્સ અને એમ્બીઅન્ટ લાઇટિંગ આ કારને વધુ સારી બનાવે છે. આ કારના કેબિનમાં અન્ય એક ખાસ વાત આ જોવા મળે છે કે તેમાં ઓટોમેન સીટ્સ આપવામાં આવી છે, જે રેક્લાઇનિંગ ફંક્શન સાથે આવે છે.
સેફ્ટીનું પણ રાખવામાં આવ્યુ ખાસ ધ્યાન
સુરક્ષાના હિસાબથી નવી ઇનોવા હાઇક્રોસ ટોયોટાના સેફ્ટી સેન્સ 3.0 સાથે આવે છે જેમાં એડેપ્ટિલ ક્રૂઝ કંટ્રોલ અને લેન-ટ્રેસ અસિસ્ટ, ઓટો હાઇબીમ અને બ્લાઇંડ મોનિટર જેવી ટેકનિક સામેલ છે. અન્ય સેફ્ટી ફીચર્સમાં 6 એરબેગ, તમામ મુસાફર માટે થ્રી-પોઇન્ટ સીટબેલ્ટ, ઇલેક્ટ્રૉનિક બ્રેકફૉર્સ ડિસ્ટ્રીબ્યૂશન સાથે એન્ટી લૉક બ્રેકિંગ સિસ્ટમ, રિયર પાર્કિગ કેમેરા અને ઘણુ સામેલ છે. નવી ઇનોવામાં સ્ટેન્ડર્ડ તમામ વ્હીલમાં ડિસ્ક બ્રેક મળે છે તેમાં ઇલેક્ટ્રિક ટેલગેટ પણ આપવામાં આવ્યો છે, જેને વોઇસ કમાન્ડ દ્વારા ખોલવામાં આવે છે.
Advertisement