Gujarat Exclusive > દેશ-વિદેશ > વિશાખાપટ્ટનમની દવાની કંપનીમાં ઝેરી ગેસ લીક, 2ના મોત

વિશાખાપટ્ટનમની દવાની કંપનીમાં ઝેરી ગેસ લીક, 2ના મોત

0
85

આંધ્ર પ્રદેશના વિશાખાપટ્ટનમમાં ફરી એકવાર ગેસ ગળતરની ઘટના બની છે. જેમાં અત્યાર સુધીમાં 2 લોકોના મોત થયાના સમાચાર છે, જ્યારે 4 લોકોને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.

મોડી રાત્રે બની ઘટના

રિપોર્ટ મુજબ, ગેસ લિક થવાની આ ઘટના પરવદા સ્થિત જવાહરલાલ નહેરુ ફાર્મા સિટીમાં બની છે. 29મી જૂને મોડી રાત્રે સૈનોર લાઇફ સાયન્સ પ્રાઈવેટ લિમિટેડ નામની કંપનીમાંથી બેનઝી મેડિઝોલ નામનો ઝેરી ગેસ લીક થયો હતો. ગેસની ઝપેટમાં કંપનીમાં કામ કરતા 6 લોકો આવ્યા હતા. તેમાંથી 2 લોકોનાં મોત નીપજ્યાં હતાં, જ્યારે 4 લોકોની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. અગાઉ પણ વિશાખાપટ્ટનમમાં રાત્રે જ ગેસ લિકેજની ઘટના બની હતી.

આ પણ વાંચો: અનલૉક-2ની ગાઈડલાઈન્સ જાહેર, જાણો ક્યાં મળશે છૂટ અને શેના પર રહેશે રોક?

ફેક્ટરી શિફ્ટ ઈન્ચાર્જનું મોત

હાલ ઈજાગ્રસ્તોની સારવાર વિશાખાપટ્ટનમ સ્થિત આર કે હોસ્પિટલમાં ચાલી રહી છે. કેટલાક ઈજાગ્રસ્તોની સ્થિતિ ગંભીર બનેલી છે, જયારે 3 લોકો ખતરાથી બહાર છે. ઈજાગ્રસ્તોમાં બે કેમિસ્ટ પણ સામેલ છે, જ્યારે મૃત્યુ પામનારમાં શિફ્ટ ઈન્ચાર્જ અને એક બીજો વ્યક્તિ સામેલ છે.

આ અંગેની જાણ થતા પોલીસ ઘટના સ્થળે પહોંચી ગઈ છે અને તપાસ હાથ ધરી છે. પોલીસ અકસ્માતમાં સામેલ લોકોની પૂછપરછ કરી રહી છે.

આ પણ વાંચો: ઈરાને ડોનાલ્ડ ટ્રમ્પ વિરુદ્ધ ધરપકડ વૉરન્ટ જારી કર્યું, ઈન્ટરપોલ પાસે માંગી મદદ

ઉલ્લેખનીય છે કે, અગાઉ 7મેના રોજ વિશાખાપટ્ટનમના એલજી પોલીમર્સ કંપનીના એક પ્લાંટમાંથી ઝેરી ગેસ લીક થવાના કારણે 11 લોકોના મોત થયા હતા. આ અકસ્માત એટલું ભયાનક હતો કે, ગેસની અસરથી લોકો રસ્તા પર જ બેભાન થઈ જતા હતા. આ અકસ્માતના લગભગ 50 દિવસ પછી જ વિશાખાપટ્ટનમમાં આ બીજો અકસ્માત છે.