Gujarat Exclusive > ગુજરાત > મધ્ય ગુજરાત > તૌકતે વાવાઝોડુ મોડી રાત્રે 165 કિમીની સ્પીડે ગુજરાતમાં દરિયા કાંઠે ત્રાટક્યું

તૌકતે વાવાઝોડુ મોડી રાત્રે 165 કિમીની સ્પીડે ગુજરાતમાં દરિયા કાંઠે ત્રાટક્યું

0
85

પોરબંદર મહુવા વચ્ચે પૂર્વ દિવમાં વાવાઝોડાનું આગમન, લેન્ડફોલ 4 કલાક ચાલ્યું

અમદાવાદઃ અરબી સમુદ્રમાં સર્જાયેલું ભયાનક તૌકતે વાવાઝોડું સોમવારે મોડી રાત્રે ગુજરાતમાં પૂર્વ દિવના દરિયા કાંઠે ત્રાટક્યું (Toukate hurricane landfall) હતું. તેની સ્પીડ પ્રતિ કલાક 165 કિમીની હતી. પોરબંદર અને મહુવા વચ્ચેના સમગ્ર પટ્ટામાં 155થી 165 કિમીની ઝડપે આંધી ફૂંકાઇ હતી. વાવાઝોડાના લેન્ડફોલની આખી પ્રક્રિયા આશરે 4 કલાક સુધી ચાલી હતી.

વાવાઝોડાની વધુ અસર ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ, જુનાગઢ, પોરબંદર જિલ્લામાં જોવા મળી છે. તૌક્તે વાવાઝોડા આવવાના 24 કલાક પહેલાં જ રાજ્યના ઘણા જિલ્લાઓમાં વાતાવરણ પલટો આવી ગયો હતો. મે મહિનામાં વરસાદી માહોલ સર્જાઇ ગયો છે.

આ પણ વાંચોઃ ગુજરાતને ઘમરોળી રહ્યું છે તૌકતે વાવાઝોડું: સૌરાષ્ટ્રમાં અતિભારે વરસાદ, વૃક્ષો ધરાશાયી

અમદાવાદ સહિત ઘણા શહેરોમાં વરસાદ

અમદાવાદ સહિત ઘણા શહેરોમાં વરસાદ પડી રહ્યો છે. અનેક સ્થળે વૃક્ષો ધરાશાયી થયા છે. કાચા મકાનો અને છાપરાના મકાનોને નુકસાન પહોંચ્યું છે. અસરગ્રસ્ત સ્થળોએથી પહેલાં જ આશરે દોઢ લાખ લોકોને સલામત સ્થળે ખસેડી દેવાયા હોવાથી હજુ જાનહાનિના કોઇ અહેવાલ આવ્યા નથી.

વાવાઝોડો (Toukate hurricane landfall)ના પગલે દરિયો ગાંડોતૂર બન્યો છે. મોજાં 3 મીટર જેટલા ઊંચા ઊછળી રહ્યા હતા. રાજ્યના 21 જિલ્લાના 84 તાલુકાઓમાં ભઆરે પવન સાથે મધ્યમથી ભારે વરસાદ પડી રહ્યો છે. બુધવારે પણ અમદાવાદ, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, રાજકોટ, ભરુચ, નવસારી દમણ દીવ જુનાગઢ, સુરેન્દ્ર નગર, સુરત, આણંદ, ખેડા વડોદરા, પોરબંદર, મોરબી અને જામનગરમાં ભારે વરસાદ પડી શકે છે.

21 વર્ષમાં પહેલી વાર ગુજરાતમાં મેમાં વાવાઝોડું

ગુજરાતમાં 21 વર્ષમાં પહેલી વાર મે મહિનામાં વાવાઝોડું આવ્યું છે. તૌક્તે વાવાઝોડાની ભયાનકતા સાંભળી લોકોમાં ભય ફેલાયો છે. હવામાન ખાતાએ દરિયાકાંઠાના મોટા ભાગના જામનગર, દેવભૂમિ દ્વારકા, ઓખાબંદર જોડિયા બંદર સહિતના વિસ્તારો 8 નંબરનું ભયજનક સિગ્નલ લગાવી દીધું છે, પવનની ઝડપ 60થી 100 કિમીની હોય ત્યારે 8 નંબરનું સિગ્નલ લગાવવામાં આવે છે. જ્યારે માંગરોળ બંદરે 10 નંબરનું સિગ્નલ લગાવાયું છે.

આ પણ વાંચોઃ ગ્રાઉન્ડ ઝીરો રિપોર્ટ: નાની રાજસ્થળી ગામમાં સુસવાટા બંધ પવનથી વીજ પુરવઠાને અસર

જૂનાગઢમાં પણ વાવાઝોડાની અસર જોવા મળી હતી. મધરાતથી જ શહેરમાં ભારે પવન સાથે વરસાદ ચાલુ થઈ ગયો હતો. જેને પગલે શહેરમાં અનેક વિસ્તારોમાં વૃક્ષો ધરાશાયી થવાની ઘટના બની હતી. આ ઉપરાંત શહેરના ગાંધીચોક વિસ્તારમાં સિટી રાઇડ બસ પર હોર્ડિંગ પડ્યું હતું. ત્યારે પાલિકાને આ ઘટનાની જાણ થતા હોર્ડિંગને હટાવવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી. Toukate hurricane landfall

 Follow Gujarat Exclusive on Telegram For Latest News From Gujarat Follow Gujarat Exclusive on WhatsApp For Latest News From Gujarat 

Follow Gujarat Exclusive on Instagram For Latest News From Gujarat  Follow Gujarat Exclusive on Twitter For Latest News From Gujarat