Gujarat Exclusive > યુથ > ઓટો-ટેક > અમદાવાદથી મુંબઈ ફક્ત કલાકમાં અને તે પણ ફોર-વ્હીલર પર, હા નજીકના ભવિષ્યમાં શક્ય

અમદાવાદથી મુંબઈ ફક્ત કલાકમાં અને તે પણ ફોર-વ્હીલર પર, હા નજીકના ભવિષ્યમાં શક્ય

0
326

અમદાવાદઃ શું તમે માની શકો છો કે અમદાવાદથી મુંબઈ ફક્ત એક જ કલાકની અંદર કોઈ ફોર-વ્હીલર એટલે કે કારમાં પહોંચી શકાય. આ વાત હાલમાં અશક્ય લાગે છે, પરંતુ હવે નજીકના ભવિષ્યમાં શક્ય બની શકે છે. હાલમાં જ એક કારે કલાકના 532 કિલોમીટર (331 માઇલ પ્રતિ કલાક)ની ઝડપ હાંસલ કરી છે. તેમા પણ તેની સરેરાશ ઝડપ 508 કિલોમીટર રહી હતી.

અમદાવાદથી મુંબઈ વચ્ચેનું અંતર પણ 508 કિલોમીટર જેટલું જ જાય છે. જો અમદાવાદથી મુંબઈ વચ્ચે એક્સપ્રેસ-વે હોય તો પછી અમેરિકન ઓટો ઉત્પાદક એસએસસીની ટુએટરા કારને કલાકમાં આટલું અંતર કાપતા કોઈ રોકી શકે તેમ નથી.

આ પણ વાંચોઃ OnePlus 8T 5G ની માર્કેટમાં ધૂમ, 1 મિનટમાં 100 કરોડ રૂપિયાના સ્માર્ટફોન વેચાયા

આ સાથે આ કારે બુગાટી વેરોનને પ્રતિ કલાક 490 કિલોમીટરની ઝડપનો વિક્રમ પણ તોડ્યો છે અને  તે કલાકના 500 કિલોમીટરની ઝડપ હાંસલ કરનારી પ્રથમ કાર બની ગઈ છે. આ ઉપરાંત પ્રતિ કલાક 300 માઇલથી વધુ ઝડપ હાંસલ કરનારી પણ પ્રથમ કાર બની હતી.

આની સાથે તેણે ત્રણ વર્ષ પહેલા સ્વીડિશ કાર કંપનીની અગેરા આરએસે પ્રતિ કલાક 447 કિલોમીટરના સ્થાપેલા રેકોર્ડને તોડ્યો હતો. આ કારને બ્રિટિશ રેસિંગ ડ્રાઇવર ઓલિવર વેબ દ્વારા લાસવેગાસમાં પબ્લિક રોડની બહારના એક સ્ટ્રેચ પર ચલાવાી હતી. તેા પરંપરાગત ટાયર અને પમ્પ ફ્યુઅલ જ હતુ. કારનું વચન 1,247 કિલોગ્રામ છે.

આ પણ વાંચોઃ OPPO F17 Pro Diwali Edition લોન્ચ, જાણો કિંમત અને ફિચર્સ

તેમાં ટવિન ટર્બોચાર્જર્ડ 5.9 લિટર વી8 એન્જિન, 1,007 કેડબલ્યુ અને 1,735 એનએમ ટોર્ક છે. તેણે પ્રથમ તબક્કામાં પ્રતિ કલાક 484 કિ.મી.ની ઝડપ હાંસલ કરી હતી. બીજા તબક્કામાં તો તેણે 532 કિ.મી.ની ટોપ સ્પીડ નોંધાવી હતી. જો કે બંને બાજુથી તેની સરેરાશ ઝડપ પ્રતિ કલાક 508 કિ.મી. હતી.

બ્રિટિશ રેસરે જણાવ્યું હતું કે જો કારને પવનની અનુકૂળ દિશામાં દોડાવાઈ હોત તો તેની ઝડપ છે તેના કરતાં પણ વધારે હોત. છેલ્લી પાંચ સેકન્ડ તો કાર પ્રતિ કલાક 20 માઇલની ઝડપે જ ચાલી હતી.

એસએસસીના સીઇઓ જેરોડ શેલ્બીએ ઓટો મેગેઝિનને જણાવ્યું હતું કે અમે અમારી પ્રથમ કાર અલ્ટિમેટ એરો દ્વારા રેકોર્ડ ધરાવતા હતા તેને દસ વર્ષ થઈ ગયા છે. ટુએટરા એકદમ ભવિષ્યલક્ષી કાર છે. અમે આ પ્રયોગમાં સફળતા હાંસલ કરી છે, હવે વાસ્તવિક ધોરણે જાહેર માર્ગ પર કેટલી ઝડપે દોડાવી શકાય છે તે જોવાનું રહેશે.