Gujarat Exclusive > યુથ > સ્પોર્ટ્સ > Tokyo Olympic 2020: ઓલિમ્પિક વિલેજમાં બે એથ્લેટ કોરોના પોઝિટિવ

Tokyo Olympic 2020: ઓલિમ્પિક વિલેજમાં બે એથ્લેટ કોરોના પોઝિટિવ

0
64

ટોક્યો ઓલમ્પિક વિલેજ (Tokyo Olympic Village)માં એથ્લેટ કોરોના સકારાત્મક હોવાનું સામે આવ્યું છે. સમાચાર એજન્સી એએફપીએ અધિકારીઓને ટાંકીને આ સમાચારની પુષ્ટિ કરી છે. હજી સુધી ખેલાડીઓનું નામ અને રાષ્ટ્રીયતા જાહેર કરવામાં આવી નથી.

આ પહેલીવાર છે જ્યારે કોઈ ખેલાડી કોરોના પોઝિટિવ હોવાનું જાણવા મળ્યું છે. શનિવારે ઓલિમ્પિક કાર્યક્રમમાં સંકળાયેલ વ્યક્તિ ઓલિમ્પિક ગામમાં જ કોરોના પોઝિટિવ હોવાનું જાણવા મળ્યું હતું. ઓલિમ્પિક ગામમાં કોરોનાનો આ પહેલો કેસ હતો.

ટોક્યો 2020ના CEO તોશિકો મુતોએ પુષ્ટિ કરતાં કહ્યું છે કે, ઓલમ્પિક ગેમ્સના ઓર્ગેનાઈઝેશનમાં લાગેલ એક વિદેશી યાત્રી ઓલિમ્પિક વિલેજમાં પોઝિટિવ હોવાનું સામે આવ્યું છે. મુતોએ વ્યક્તિની રાષ્ટ્રીયતાનો ખુલાસો કરવામાં આવ્યો નથી.

કોરોના મહામારીના કારણે ટોક્યો ઓલિમ્પિક્સ 2020ને ટાળી દેવામાં આવ્યું હતુ. આગામી સપ્તાહમાં શરૂ થનારી રમતોથી પણ સ્ટેડિયમમાં આવનારા દર્શકોને દૂર રાખવામાં આવ્યા છે. આ દરમિયાન કડક ક્વોરન્ટાઈન નિયમ પણ બનાવવામાં આવ્યા છે.

 Follow Gujarat Exclusive on Telegram For Latest News From Gujarat Follow Gujarat Exclusive on WhatsApp For Latest News From Gujarat 

Follow Gujarat Exclusive on Instagram For Latest News From Gujarat  Follow Gujarat Exclusive on Twitter For Latest News From Gujarat