Gujarat Exclusive > ગુજરાત > મધ્ય ગુજરાત > મોંઘવારીની માર! 3 દિવસની રાહત બાદ પેટ્રોલ-ડીઝલના ભાવમાં ફરીથી ભડકો

મોંઘવારીની માર! 3 દિવસની રાહત બાદ પેટ્રોલ-ડીઝલના ભાવમાં ફરીથી ભડકો

0
50

નવી દિલ્હી: 3 દિવસની રાહત બાદ સરકારી ઓઈલ કંપનીઓ તરફથી આજે ફરીથી પેટ્રોલ-ડીઝલની કિંમતોમાં વધારો કરવામાં આવ્યો છે. આજે ડીઝલની કિંમતમાં 16 પૈસા સુધી વધારો કરવામાં આવ્યો છે. જ્યારે પેટ્રોલની કિંમત 24 થી 25 પૈસા સુધી વધી ગઈ છે. Today Petrol Diesel Price

દિલ્હી અને મુંબઈમાં પેટ્રોલની કિંમત અત્યાર સુધીની સૌથી વધૂ થઈ ગઈ છે. હવે દિલ્હીમાં પેટ્રોલની કિંમત 91.17 રૂપિયા પ્રતિ લીટર, જ્યારે ડીઝલની કિંમત 81.47 રૂપિયા પ્રતિ લીટર પહોંચી ગઈ છે. જ્યારે મુબઈમાં પેટ્રોલની કિંમત 97.57 રૂપિયા અને ડીઝલની કિંમત 88.60 રૂપિયા પ્રતિ લીટર પહોંચી ગઈ છે.

જો અમદાવાદની વાત કરીએ તો, અમદાવાદમાં પેટ્રોલની કિંમત પ્રતિ લીટર 88.39 રૂપિયા પર પહોંચી ગઈ છે. જ્યારે ડીઝલનો ભાવ 87.81 રૂપિયા પ્રતિ લીટર થઈ ગયો છે. આ સિવાય દેશના અન્ય શહેરોમાં પણ પેટ્રોલ-ડીઝલની કિંમતો રોજબરોજ નવા રેકોર્ડ સર્જી રહી છે.

છેલ્લા 58 દિવસમાં 7 રૂપિયા જેટલી વધી કિંમત Today Petrol Diesel Price
1 જાન્યુઆરી 2021ના રોજ દિલ્હીમાં એક લીટર પેટ્રોલની કિંમત 83.71 પૈસા હતી. જ્યારે ડીઝલનો ભાવ 73.87 પૈસા હતો. જો કે આજે દિલ્હીમાં પેટ્રોલની કિંમત 91.19 પૈસા અને ડીઝલનો બાવ 81.47 પૈસા પર પહોંચી ગયો છે. એટલે કે 58 દિવસોમાં દિલ્હીમાં પેટ્રોલ 7.48 રૂપિયા અને ડીઝલ 7.60 રૂપિયા મોંઘુ થઈ ગયું છે.  

રોજ સવારે 6 વાગ્યે નવી કિંમત લાગૂ Today Petrol Diesel Price
દેશમાં મોંઘવારી આસમાને છે. જેમાં પેટ્રોલ અને ડીઝલની કિંમત હોય કે ગેસ કે પછી અન્ય જરૂરી સામાન. સતત વધતી મોંઘવારી સામાન્ય માનવીને કમર તોડી રહી છે. દરરોજ સવારે 6 વાગ્યે પેટ્રોલ અને ડીઝલની કિંમતોમાં ફેરફાર થાય છે. સવારે 6 વાગ્યાથી નવા રેટ લાગૂ થઈ જાય છે. પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં એક્સાઈઝ ડ્યૂટી, ડીલર કમિશન અને અન્ય ચાર્જ જોડ્યા બાદ તેની કિંમત લગભગ બેગણી થઈ જાય છે. ડૉલરની કિંમત સાથે ઈન્ટરનેશનલ માર્કેટમાં ક્રૂડની કિંમતો કેટલી છે? તેના આધારે રોજ પેટ્રોલ અને ડીઝલની કિંમતોમાં ફેરફાર થાય છે.

તમારા શહેરમાં પેટ્રોલ-ડીઝલની કિંમત આમ કરો ચેક  
પેટ્રોલ-ડીઝલની કિંમત તમે SMS દ્વારા પણ જાણી શકો છો. ઇન્ડિયન ઓઇલની વેબસાઇટ અનુસાર, તમારે RSP અને પોતાના શહેરનો કોડ લખીને 9224992249 નંબર પર મોકલવાનો રહેશે. દરેક શહેરનો કોડ અલગ-અલગ છે. જે તમને IOCLની વેબસાઇટ પર મળી જશે.

 Follow Gujarat Exclusive on Telegram For Latest News From Gujarat Follow Gujarat Exclusive on WhatsApp For Latest News From Gujarat 

Follow Gujarat Exclusive on Instagram For Latest News From Gujarat  Follow Gujarat Exclusive on Twitter For Latest News From Gujarat