Gujarat Exclusive > The Exclusive > આજે રાત્રે આકાશમાં જોવા મળશે ‘સુપરમૂન‘, આ રાશિઓ પર પડશે ખાસ અસર

આજે રાત્રે આકાશમાં જોવા મળશે ‘સુપરમૂન‘, આ રાશિઓ પર પડશે ખાસ અસર

0
2172

આજે રાત્રે આકાશમાં એક અદ્દભૂત નજારો જોવા મળશે. વર્ષ 2020નો પ્રથમ “સુપરમૂન” આકાશમાં જોવા મળશે. સુપરમૂનના સમયે ચંદ્ર પહેલા કરતા વધારે મોટો અને ચમકતો જોવા મળે છે. આ અદ્દભૂત નજારો જોવા માટે લોકો આતુરતા પૂર્વક રાતની રાહ જોઈ રહ્યાં છે. ગ્રહ-નક્ષત્રોની દ્રષ્ટિએ જોઈએ તો, આ ખગોળીય ઘટના કેટલી રાશિઓને અસર કરશે.

સૂપરમૂના કારણે ચંદ્ર દરરોજની સરખામણીમાં 14 ટકા મોટો અને 30 ટકા વધારે ચમકતો જોવા મળે છે. ભારતમાં આ નજારો રવિવારની રાત્રે જોવા મળશે, પરંતુ કેટલાક ઠેકાણે હવામાન ખરાબ હોવાના કારણે લોકોને નિરાશા સાંપડી શકે છે.

શું છે Supermoon?
સુપરમૂન એક ખગોળીય ઘટના છે. જેમાં ચંદ્ર પૃથ્વીની સૌથી નજીક આવી જાય છે. જેના પરિણામે પૃથ્વીથી દરરોજ સામાન્ય જોવા મળતો ચંદ્ર આકારમાં વધારે મોટો દેખાય છે. ચંદ્રની કક્ષાનું અંતર, પૃથ્વીના વ્યાસના 30 ગણું વધારે છે. એટલે આકાશમાં સૂર્ય અને ચંદ્રનો આકાર હંમેશા એક જ જેવો જોવા મળે છે.

એવું મનાય છે કે, આ દરમિયાન દરિયામાં ભરતી આવવાની સાથે ઊંચા મોજા ઉછળે છે. જેના કારણે ભૂકંપની પણ શક્યતા રહે છે. જો કે તેનું કોઈ ચોક્કસ પ્રમાણ નથી.

આ રાશિઓ માટે બનશે ખાસ સંયોગ

મેષ
આ રાશિના જાતકો માટે સુપરમૂનની ઘટના સારા સંકેત લઈને નથી આવી. કોઈ પણ પ્રકારના વિવાદોથી બચો. ખોટા ખર્ચા વધશે. ક્યાંય બહેર જવાની તક મળી શકે છે.

સિંહ
આ રાશિના જાતકો કંઈ પણ બોલતા પહેલા ખાસ વિચારી લે, કારણ કે તમારો પરિવારના કોઈ સભ્ય સાથે વિવાદ થઈ શકે છે. આ રાશિના જાતકોને મુસાફરીનો લાભ મળશે.

વૃષભ રાશિ
સુપરમૂનની ઘટના વૃષભ રાશિના જાતકો માટે શુભ સાબિત થશે. આ રાશિના જાતકોને મોટાના આશીર્વાદ મળશે. આ સાથે જ ખર્ચા વધવાના સંયોગ પણ છે.

‘અહીં TikTok પર પ્રતિબંધ‘…ગોલ્ડન ટેમ્પલમાં ઠેર-ઠેર લગાવાઈ નોટિસ