Gujarat Exclusive > ગુજરાત > મધ્ય ગુજરાત > ગુજરાતના રેલ્વેના સળગતા પ્રશ્નોની કોની સમક્ષ કરાઈ રજૂઆત ? જાણો..

ગુજરાતના રેલ્વેના સળગતા પ્રશ્નોની કોની સમક્ષ કરાઈ રજૂઆત ? જાણો..

0
2

ગાંધીનગર: ગુજરાતના વિવિધ રેલવે સ્ટેશનોના વાર્ષિક નિરીક્ષણ માટે આવેલા પશ્ચિમ રેલ્વે, મુંબઈના મહાપ્રબંધકને રાજ્યસભાના સાંસદ નરહરિ અમીન મળ્યા હતા અને ગુજરાતના રેલવેના વિવિધ સળગતા પ્રશ્નોનો વહેલી તકે ઉકેલ લાવવા રજૂઆત તથા સૂચન કર્યા હતા.

ગઈ તા. 23/12/2021 ના રોજ પશ્ચિમ રેલ્વે, મુંબઈના મહાપ્રબંધક આલોક કંસલ દ્વારા પાલનપુર અને સાબરમતી ડિવિઝનનાં પાલનપુર, સિધ્ધપુર, ઊંઝા, મહેસાણા અને સાબરમતી રેલ્વે સ્ટેશનનાં વાર્ષિક નિરીક્ષણનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. આ પ્રસંગે રાજ્યસભાના સાંસદ નરહરિ અમીન સાબરમતી રેલવે સ્ટેશન ખાતે ઉપસ્થિત રહ્યા હતા.

તેઓએ મહાપ્રબંધક આલોક કંસલ, ડિવિઝન રેલ્વે મેનેજર તરૂણ જૈન અને રેલ્વે મંત્રાલયના અન્ય અધિકારીઓની સાથે ખાસ કરીને ગુજરાતનાં રેલ્વે ડિવિઝનોનાં પ્રશ્નો અંગે ચર્ચા વિચારણા કરી હતી. જેમાં સાંસદ નરહરિ અમીને વિવિધ મુદ્દાઓ જેવાં કે, સાબરમતી સ્ટેશન પર ફૂટ બ્રિજ બનાવેલ છે. ત્યાં એસ્કેલેટર અથવા લીફ્ટની સુવિધા ઉભી કરવી. અમદાવાદમાં ખોખરા ખાતે રેલ્વે ઓવરબ્રિજનું કામ તાત્કાલિક પૂર્ણ કરવું, ગુજરાતમાં હજી પણ ઘણાં રૂટ પર મેમુ ડેમુ ટ્રેનો ચાલુ નથી થઈ તે જલ્દીથી શરૂ કરવા કાર્યવાહી કરવી.

અમદાવાદ-બોટાદ બ્રોડગેજ લાઇનનું કામ લગભગ પૂર્ણ થયું છે. આ રૂટ પર ટ્રેન સેવા સત્વરે ચાલુ કરવી તેમ જ વેસ્ટર્ન રેલવેમાં લાઈનોનું ઇલેક્ટ્રિફિકેશન જે અધૂરું હોય તે કામો ઝડપથી પૂરા કરાવવા ઉપરાંત પશ્ચિમ રેલવેના નિયંત્રણ હેઠળ ફાજલ જમીનો છે. આમાં પી.પી.પી મોડલની નીતિ અનુસાર સૌર ઉર્જા પરિયોજનાઓને વિચારણામાં લેવી જોઈએ તેમ જ વેસ્ટર્ન રેલવેના જે સ્ટેશનો પર આધુનિકરણના કામો બાકી છે તે પૂરા કરાવવા.

ખાસ કરીને સ્ટેશનો પર સીસીટીવી કેમેરાના કામોને અગ્રતા આપવી, કાલુપુર સ્ટેશન (અમદાવાદ) થી દિલ્હી રૂટની જે ટ્રેનો જાય છે તેમાંથી કેટલીક ટ્રેનો સાબરમતી સ્ટેશન પરથી ચાલુ કરવા વિચારણા કરવી અને કોરોનાનાં નવા વેરિયન્ટ ઓમિઝોનનાં સંક્રમણ સંબંધે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારની ગાઈડલાઇન્સનું પાલન થાય તે જોવા અંગે સૂચનો રજૂ કર્યા હતાં.

 Follow Gujarat Exclusive on Telegram For Latest News From Gujarat Follow Gujarat Exclusive on WhatsApp For Latest News From Gujarat 

Follow Gujarat Exclusive on Instagram For Latest News From Gujarat  Follow Gujarat Exclusive on Twitter For Latest News From Gujarat

(પ્રતિકાત્મક તસવીર)