Gujarat Exclusive > યુથ > ઓટો-ટેક > શું તમારો મોબાઈલ ખોવાયો છે? તો આ રીતે બીજા ફોનની મદદથી શોધો

શું તમારો મોબાઈલ ખોવાયો છે? તો આ રીતે બીજા ફોનની મદદથી શોધો

0
1257

અનેકવાર આપણે પોતાનો મોબાઈલ ક્યાંક મૂકીને ભૂલી જઈએ છીએ. કોઈ વખત ફોન સાયલન્ટ મોડ પર હોય, ત્યારે ફોન લગાવવા છતા પણ રિંગટોન નથી વાગતી. આ દરમિયાન મોબાઈલ શોધવો મુશ્કેલ બની જાય છે. આવી સ્થિતિમાં આપણે અન્ય મોબાઈલની મદદથી આપણો ખોવાયેલો મોબાઈલ શોધી શકીશું. એન્ડ્રોઈડ ડિવાઈસ મેનેજરની મદદથી ખોવાયેલા મોબાઈલને સરળતાથી શોધી શકાય છે.

ખોવાયેલા મોબાઈલને શોધવા માટે અન્ય મોબાઈલથી ઈન્ટરનેટ બ્રાઉઝર ખોલો અને ત્યાં ‘Find my phone through Android Device Manager’ સર્ચ કરો. જ્યારે તમે એ પેજ ખોલશો, તો ત્યાં ગૂગલ આઈડીનો ઓપ્શન આવશે. જે ગૂગલ આઈડી તમે તમારા ખોવાયેલા મોબાઈલમાં નાંખી રાખ્યો છે, તેજ આઈડીનો ઉપયોગ કરો. જેવા તમે એક્સેપ્ટ પર ક્લિક કરશો, ત્યાં તમને ત્રણ વિકલ્પ દેખાશે.

જેમાં પ્રથમ વિકલ્પ રિંગ, બીજો વિકલ્પ લૉક જ્યારે ત્રીજો વિકલ્પ ઈરેજનો આવશે. અહીં તમે પ્રથમ રિંગનો વિકલ્પ પસંદ કરો. આ વિકલ્પની સહાયતાથી તમે તમારા ખોવાયેલા મોબાઈલને શોધી શકો છે. જ્યારે અન્ય બે વિકલ્પો ફોન ચોરી થઈ જાય, ત્યારે ઉપયોગમાં લઈ શકાય છે. આ ઉપરાંત અન્ય બન્ને વિકલ્પોનો ઉપયોગ કરીને તમે મોબાઈલને લોક કરી શકશો અને તેના ડેટા ડિલીટ પણ કરી શકશો.