Gujarat Exclusive > દેશ-વિદેશ > US Election 2020: કેવી રીતે ચૂંટાય છે દુનિયાનો સૌથી શક્તિશાળી શખ્સ?

US Election 2020: કેવી રીતે ચૂંટાય છે દુનિયાનો સૌથી શક્તિશાળી શખ્સ?

0
133
  • દુનિયાના સૌથી શક્તિશાળી દેશમાં આવી રીતે ચૂંટાય છે રાષ્ટ્રપતિ
  • સરળ શબ્દોમાં સમજો અમેરિકામાં રાષ્ટ્રપતિ ચૂંટવાની સમગ્ર પ્રક્રિયા

વૉશિંગ્ટન: અમેરિકામાં 3 નવેમ્બરે રાષ્ટ્રપતિ પદ માટે ચૂંટણી (US Presidential Election Process) યોજાવા જઈ રહી છે. આ ચૂંટણીમાં (US Election 2020) રિપબ્લિકન પાર્ટીના ઉમેદવાર ડોનાલ્ડ ટ્રમ્પ (Donald Trump) અને ડેમોક્રેટિક પાર્ટીના ઉમેદવાર જો બિડેન (Joe Biden) વચ્ચે કાંટાની ટક્કર જોવા મળશે.

વિશ્વના સૌથી શક્તિશાળી શખ્સને પસંદ કરવા માટે થનારી આ ચૂંટણી (US Presidential Election Process) પર દુનિયાભરની નજર હોય છે અને તેની પ્રક્રિયા પણ આટલી સરળ નથી હોતી, જેટલી તે બહારથી દેખાય છે. તો ચાલો આજે અમે તમને અમેરિકન રાષ્ટ્રપતિ પદની ચૂંટણીની (US Election 2020) સમગ્ર પ્રક્રિયા સમજાવીએ…

► રાષ્ટ્રપતિ ચૂંટણી લડવા માટે આ 3 શરતો પૂરી કરવી ફરજિયાત
અમેરિકામાં રાષ્ટ્રપતિ પદની ચૂંટણી (US Presidential Election Process) લડવા માટે કોઈ પણ વ્યક્તિ માટે ત્રણ શરતો પૂરી કરવી અનિવાર્ય છે.
→ તેનો જન્મ અમેરિકામાં જ થયો હોવો જોઈએ
→ તેની ઉંમર ઓછામાં ઓછી 35 વર્ષ હોવી જોઈએ
→ તે વ્યક્તિ છેલ્લા 14 વર્ષથી અમેરિકામાં જ રહેતો હોવો જોઈએ.

રાષ્ટ્રપતિ પદની ચૂંટણીમાં (US Election 2020) મુખ્ય મુકાબલો રિપબ્લિકન અને ડેમોક્રેટિક પાર્ટીના ઉમેદવારો વચ્ચે જ હોય છે. જો કે અન્ય કોઈ પણ ચૂંટણી લડી શકે છે.

► કેવી રીતે પોતાનો ઉમેદવાર પસંદ કરે છે પાર્ટીઓ?
રિપબ્લિકન પાર્ટી અને ડેમોક્રેટિક પાર્ટી બે પદ્ધતિથી રાષ્ટ્રપતિ ચૂંટણી (US Presidential Election Process) માટે પોતાના ઉમેદવારોની પસંદગી કરે છે. એક કૉક્સ અને બીજું પ્રાઈમરી. જેમાં પાર્ટીનો કોઈ પણ સભ્ય ઉભો રહી શકે છે.

કૉકસમાં એક પાર્ટીના સમર્થકો એક જગ્યાએ એકઠા થઈને વિભિન્ન મુદ્દાઓ પર ચર્ચા કરે છે અને ઉમેદવારોની વાત સાંભળ્યા બાદ પોતાના હાથ ઉઠાવીને તેમને સમર્થન આપે છે.

જ્યારે પ્રાઈમરીમાં બેલેટ વૉટિંગ મારફતે ઉમેદવારની પસંદગી કરવામાં આવે છે. મોટાભાગના રાજ્યો પ્રાઈમરી પદ્ધતિનો ઉપયોગ કરે છે.

પ્રાઈમરી અને કૉકસમાં ઉમેદવારોને જેટલા મત મળે છે. તેના આધાર પર જ બન્ને પાર્ટીઓ પોતાના સમ્મેલનમાં એક વિજેતાની જાહેરાત કરે છે, જે પાર્ટીના રાષ્ટ્રપતિ પદનો (US Election 2020) ઉમેદવાર બને છે. આ ઉમેદવાર પોતાના ઉપરાષ્ટ્રપતિ પદ માટે ઉમેદવારની પસંદગી કરે છે.

જે બાદ બન્ને પાર્ટીઓના રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર (US Presidential Election Process) સમગ્ર દેશમાં પ્રચાર કરે છે અને તેમના વચ્ચે વિવિધ મુદ્દાઓ પર એક તબક્કે લાઈવ ડિબેટ પણ થાય છે.

મતદાન પ્રક્રિયા અને વિજેતા ઉમેદવાર
અંતિમ તબક્કામાં નવેમ્બરના પ્રથમ મંગળવારે રાષ્ટ્રપતિ ચૂંટણી (US Election 2020)માટે વોટિંગ થાય છે. આ વખતે પ્રથમ મંગળવાર 3 નવેમ્બરના રોજ છે અને આજ દિવસે મતદાન થશે.

આ પણ વાંચો: Debate 2020: ભારતની હવા ખરાબ, ડિબેટમાં બોલ્યા મોદીના ‘મિત્ર’ ડોનાલ્ડ ટ્રમ્પ

આ મતદાનમાં લોકો સીધા રાષ્ટ્રપતિની (US Presidential Election Process) પસંદગી નથી કરતાં, પરંતુ ઈલેક્ટર્સ મારફતે રાષ્ટ્રપતિની પસંદગી થાય છે. આ વ્યવસ્થાને ‘ઈલેક્ટોરલ કૉલેજ’ કહેવામાં આવે છે.

દરેક રાજ્યમાં વસ્તી સહિત અન્ય બાબતોને ધ્યાનમાં રાખીને ઈલેક્ટર્સની એક ચોક્કસ સંખ્યા નક્કી કરવામાં આવે છે. સમગ્ર દેશમાંથી કુલ 538 ઈલેક્ટર્સ પસંદ કરવામાં આવે છે.

તમામ રાજ્યોના મળીને જે ઉમેદવાર 538 ઈલેક્ટર્સના અડધાથી વધુ એટલે કે 270 ઈલેક્ટર્સ જીતવામાં સફળ થાય છે, તેને વિજેતા માનવામાં આવે છે.

ચૂંટણીની (US Election 2020) રાત્રે જ વિજેતાની જાણ થઈ જાય છે. જે બાદ આગામી વર્ષે 20 જાન્યુઆરીએ વિજેતા ઉમેદવાર રાષ્ટ્રપતિ પદના શપથ લે છે.