Gujarat Exclusive > ગુજરાત > મધ્ય ગુજરાત > કોરોના સામે લડવા માસુમ બાળાએ રમકડા માટે જમા કરેલ પૈસા રાહત ફંડમાં આપ્યા

કોરોના સામે લડવા માસુમ બાળાએ રમકડા માટે જમા કરેલ પૈસા રાહત ફંડમાં આપ્યા

0
417

કોરોના વાયરસ સામે લડવા માટે લોકો પોત પોતાની સગવડના આધારે વડાપ્રધાન રાહત ફંડમાં પોતાનો ફાળો આપી રહ્યા છે. ત્યારે થોડાક દિવસો પહેલા એક 6 વર્ષના બાળકે પોતાનો ગલ્લો તોડી પોલીસ સ્ટેશને જઈ કોરોના સામે લડવા માટે સહાય કરી હતી. જો, કે આજરોજ અમદાવાદ શહેરના દાણીલીમડામાં રહેતા સરફરાજભાઈ જે સ્કુલના સંચાલક છે તેમની પૌત્રીએ રમકડા લેવા માટે ભેગા કરેલા 3120 રુપિયા વડાપ્રધાન રાહત ફંડમાં આપ્યા હતા.

કોરોના સામે લડવા માટે ઘણા એવા લોકો પોતાના ફાળો આપી રહ્યા છે ,ત્યારે આજે દાણીલીમડાની બ્રાઈટન ઈંગ્લિશ મીડિયમ સ્કૂલના સંચાલક સરફરાજભાઈની પૌત્રી સેહજા જાવેદભાઈ શેખે પોતાના ગલ્લામાં પડેલા રૂ. 3120 વડાપ્રધાન રાહત ફંડમાં આપ્યા હતા. જોકે તેણે આ રકમ રમકડા લેવા માટે ભેગા કર્યા હતા. સરફરાજભાઈએ કહ્યું કે, સહેજાએ મને કહ્યું કે તે પણ રાહત ફંડમાં કંઈક આપવા માગે છે અને પોતાના ગલ્લામાં પડેલા તમામ રૂપિયા રાહત ફંડમાં આપી દીધા હતા.

આ ઉપરાંત નારણપુરામાં રહેતા ચાર વર્ષના જોડિયા ભાઈઓ સત્વ અને સર્વ બ્રહ્મભટ્ટે પોતાની પિગી બેન્કમાં ભેગા કરેલા રૂ. 2 હજાર મુખ્યમંત્રી રીલિફ ફંડમાં આપ્યા છે. રંજન સોસાયટીમાં રહેતા અને નવદીપ સ્કૂલમાં શિક્ષક રાજદીપ બ્રહ્મભટ્ટના બે જોડિયા બાળકો નારણપુરાની થંબલિના નર્સરીમાં ભણે છે. આ બાળકોએ પોતે ગલ્લામાં બચાવેલા નાણાં મુખ્યમંત્રી વિજય રૂપાણીને રૂબરૂ મળીને સુપરત કર્યા હતા. સત્વ અને સર્વએ કહ્યું કે, કોઈ માણસ ભૂખ્યું ન રહે તે માટે અમે આ પૈસા આપ્યા છે. જ્યારે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આ કામગીરી બદલ બંને બાળકોનાં વખાણ કર્યા હતા અને આશીર્વાદ આપ્યા હતા.

લોકડાઉનનું પાલન નહિં કરનારાઓ સામે ગુજરાત ડીજીપીની લાલઆંખ, લીધો મહત્વનો નિર્ણય