Gujarat Exclusive > રાજનીતિ > TMCમાં ઉથલપાથળઃ મમતાએ BCCIના પૂર્વ પ્રમુખ દાલમિયાની પુત્રીની કરી પક્ષમાંથી હકાલપટ્ટી

TMCમાં ઉથલપાથળઃ મમતાએ BCCIના પૂર્વ પ્રમુખ દાલમિયાની પુત્રીની કરી પક્ષમાંથી હકાલપટ્ટી

0
53
  • વૈશાલી દાલમિયાએ તૃણમુલમાં ભ્રષ્ટાચાર વ્યાપ્યો હોવાના કર્યા હતા આક્ષેપ
  • સંકટમાં ઘેરાયેલી તૃણમુલની હવે ધારાસભ્ય વૈશાલી દાલમિયા સામે જ કાર્યવાહી

કોલકાતાઃ પશ્ચિમ બંગાળમાં સંકટમાં ઘેરાયેલી તૃણમુલ કોંગ્રેસે પોતાની જ ધારાસભ્ય વૈશાલી દાલમિયા (Vaishali Dalmiya)ને પક્ષમાંથી હાંકી કાઢ્યા. વૈશાલી પૂર્વ BCCI પ્રમુખ જગમોહન દાલમિયાનાં પુત્રી છે. તેઓ બલ્લી બેઠક પર જીતી વિધાનસભામાં પહોંચ્યાં છે.

પશ્ચિમ બંગાળમાં વિધાનસભા ચૂંટણીના 4-5 મહિના પહેલાં જ રાજકારણ અભૂતપૂર્વ રીતે ગરમાવવા લાગ્યું છે. અહીં પહેલાં આટલી ઉથલપાથલ ભાગ્યે જ જોવા મળી હશે. શુક્રવારે TMCએ વૈશાલી સામે કડક પગલું લીધું. તેમને ટીએમસીની શિસ્ત સંબંધી સમિતિએ પક્ષમાંથી સસ્પેન્ડ કરી દીધા.

આ પણ વાંચોઃ પશ્ચિમ બંગાળમાં મમતા સરકારને ફટકો, ચૂંટણી પહેલા વધુ એક મંત્રીએ રાજીનામું આપ્યું

TMCના પગલાંથી ભાજપને જ સીધો ફાયદો Vaishali Dalmiya news

વૈશાલી (Vaishali Dalmiya)એ તાજેતરમાં ભ્રષ્ટાચાર સહિત વિવિધ મુદ્દે પાર્ટી સામે સવાલ ઊઠાવ્યા હતા. તેના કારણે આ પગલું લેવાયું હોવાનું મનાય છે. પરંતુ તેનાથી તૃણમુલ કોંગ્રેસને વધુ નુકસાન થઇ શકે છે. કારણ કે આ પગલાંથી પક્ષમાં વધુ અસંતોષ ફેલાવવાની સંભાવના છે, જેનો સીધો લાભ ભાજપને થશે.

વૈશાલીએ પોતાના પક્ષ સામે જ મોરચો માંડ્યો

વૈશાલીએ પોતાના જ પક્ષ સામે મોરચો માંડ્યો હતો. તેમનું કહેવું છે કે ભ્રષ્ટાચારને કારણે તૃણમુલ કોંગ્રેસને નુકસાન થઇ રહ્યું છે. ગ્રાઉન્ડ લેવલનો ભ્રષ્ટાચાર પક્ષને ઉધઇની જેમ કોતરી રહ્યું છે. તેમના પોતાના જ વિધઆનસભા ક્ષેત્રમાં ભ્રષ્ટાચાર વ્યાપેલો છે. જે અંગે વર્ષોથી સીએમ મમતા સહિત પક્ષમાં વાત મૂકી હોવા છતાં કોઇ પરીણામ આવ્યું નથી.

આ પણ વાંચોઃ મમતાના ગઢમાં ગાબડુ, TMCના વધુ એક ધારાસભ્ય ભાજપમાં સામેલ

નોંધનીય છે કે પશ્ચિમ બંગાળમાં વિધાનસભા ચૂંટણી પહેલાં જ ટીએમસીમાં ઉથલપાથલ મચેલી છે,. તેના નેતાઓ એક પછી એક પક્ષ છોડીને જઇ રહ્યા છે. તાજેતરમાં જ ક્રિકેટર લક્ષ્મી રતન શુકલાએ રાજીનામુ આપ્યું હતું. જે અંગે વૈશાલી (Vaishali Dalmiya)નું કહેવું છે કે લક્ષ્મીએ પણ ભ્રષ્ટાચારને કારણે રાજી નામુ આપી દીધું.

ઘર, રોડ કે કોઇ પણ કામ કમિશન વિના થતું નથીઃ વૈશાલી

વૈશાલી (Vaishali Dalmiya)એ એટલે સુધી કહી દીધું છે કે ઘર, રોડ કે કોઇ પણ કામ અહીં કમિશન આપ્યા વિના થતું નથી. તેમણે પ્રશાંત કિશોરના કામકાજ પર પણ સવાલ ઊઠાવ્યા. કહ્યું કે તેઓ ભ્રષ્ટ લોકોને પાર્ટીમાં મોટા પદ આપી રહ્યા છે.

આ પણ વાંચોઃ મમતાએ નંદીગ્રામથી ચૂંટણી લડવાની કેમ જાહેરાત કરી? BJPને ફેક્યો પડકાર

https://chat.whatsapp.com/ELSNNKbgp0tBaAC4irblG9