Gujarat Exclusive > રાજનીતિ > તો શું TMC, NCP અને CPIના રાષ્ટ્રીય પાર્ટીના દરજ્જાનો અંત આવશે?

તો શું TMC, NCP અને CPIના રાષ્ટ્રીય પાર્ટીના દરજ્જાનો અંત આવશે?

0
417

તાજેતરમાં યોજાયેલી લોકસભા ચૂંટણીમાં (Loksabha Election) અપેક્ષા પ્રમાણેનું પ્રદર્શન ના કર્યા બાદ રાષ્ટ્રવાદી કોંગ્રેસ (NCP), તૃણમૂલ કોંગ્રેસ (TMC) અને ભારતીય કમ્યુનિસ્ટ પાર્ટી (CPI) રાષ્ટ્રીય પાર્ટીનો પોતાનો દરજ્જો ગુમાવી શકે છે.

આ અંગે મળતી માહિતી પ્રમાણે, ચૂંટણી પંચ (Election Commission) દ્વારા આગામી દિવસોમાં આ રાજકીય પાર્ટીઓને “કારણ બતાવો” નોટિસ મોકલવામાં આવે તેવી સંભાવના છે. જેમાં તેમને પૂછવામાં આવશે કે, તેમના નિરાશાજનક પ્રદર્શનના આધાર પર તેમનો રાષ્ટ્રીય પાર્ટીનો દરજ્જો કેમ સમાપ્ત ના કરવામાં આવે?

CPI, બહુજન સમાજ પાર્ટી (BSP) અને NCP 2014ની લોકસભા ચૂંટણીમાં ખરાબ પ્રદર્શન બાદથી જ રાષ્ટ્રીય પાર્ટીનો દરજ્જો ગુમાવવાના સંકટનો સામનો કરી રહી હતી. 2016માં ચૂંટણી પંચે પોતાના નિયમોમાં સંશોધન કરતા જણાવ્યું કે, રાજનીતિક પાર્ટીના રાષ્ટ્રીય અને રાજ્ય સ્તરના દરજ્જાની સમીક્ષા 5 વર્ષની જગ્યાએ 10 વર્ષના અંતરે કરવામાં આવે. ચૂંટણી પંચના આ નિર્ણય બાદ તમામ પાર્ટીઓને રાહત મળી હતી. આ દરમિયાન ગત લોકસભા ચૂંટણીમાં બસપાએ 10 લોકસભા બેઠકો પર વિજય મેળવ્યો છે અને તેની પાસે કેટલી વિધાનસભાની બેઠકો પરણ છે. આથી બસપાને રાષ્ટ્રીય પાર્ટીનો દરજ્જો ગુમાવવાનો વારો આવે તેવી સંભાવના નહિવત છે.

ચૂંટણી પંચના આદેશ 1968 અંતર્ગત કોઈ પણ રાજકીય પાર્ટીને ત્યાં સુધી જ રાષ્ટ્રીય પાર્ટી માની શકાય, જ્યાં સુધી તેના ઉમેદવારો લોકસભા અથવા વિધાનસભા ચૂંટણીમાં 4 અથવા વધારે રાજ્યોમાં ઓછામાં ઓછા 6 ટકા મત પ્રાપ્ત કરે. આ ઉપરાંત લોકસભામાં તેમના ઓછામાં ઓછા 4 સાંસદ હોવા જોઈએ. રાષ્ટ્રીય પાર્ટી પાસે કુલ લોકસભા બેઠકોની ઓછામાં ઓછી 2 બેઠકો હોવી જોઈએ અને આ માટે તેના ઉમેદવારો ઓછામાં ઓછી 3 રાજ્યોમાંથી આવવા જોઈએ.

કર્ણાટક સંકટ પર સુપ્રીમ કોર્ટનો આદેશ, બળવાખોર MLAના રાજીનામાંનો નિર્ણય સ્પીકર પર છોડ્યો