કોલકાતા: પશ્ચિમ બંગાળમાં ચૂંટણી પહેલા મમતા બેનરજી (Mamta Banerjee)ની પાર્ટી તૃણમૂલ કોંગ્રેસને વધુ એક ફટકો પડ્યો છે. TMCના વધુ એક ધારાસભ્ય અરિંદમ ભટ્ટાચાર્ય ભાજપમાં સામેલ થઇ ગયા છે, તેમણે ભાજપ નેતા ભૂપેન્દ્ર યાદવે ખેસ પહેરાવી સભ્ય પદ આપ્યુ હતું. આ પ્રસંગે ભાજપ બંગાળ પ્રભારી કૈલાશ વિજયવર્ગીયે કહ્યુ કે અરિંદમ ભટ્ટાચાર્યએ પીએમ મોદીના નેતૃત્વમાં વિશ્વાસ બતાવ્યો છે.
અરિંદમ (Arindam Bhattacharya) રાજ્યની શાંતિપુર વિધાનસભા બેઠક પરથી ધારાસભ્ય છે. આ પહેલા શુભેંદુ અધિકારી જેવા દિગ્ગજ ટીએમસી નેતા પણ ભાજપમાં સામેલ થઇ ચુક્યા છે, બીજી તરફ ભાજપ સતત આ વર્ષે વિધાનસભા ચૂંટણીમાં બહુમત સાથે સરકાર બનાવવાનો દાવો કરી રહી છે. TMC
ભાજપના મહાસચિવ કૈલાશ વિજયવર્ગીય, ભૂપેન્દ્ર યાદવ, અરૂણ સિંહ અને ડી પુરંદેશ્વરી તથા પાર્ટી પ્રવક્તા શાહનાજ હુસૈનની હાજરીમાં તેમણે પાર્ટીનું સભ્ય પદ અપાવ્યુ હતું. આ પ્રસંગે વિજયવર્ગીયે કહ્યુ કે ભટ્ટાચાર્ય બંગાળના ઓજસ્વી વક્તા અને તેજસ્વી નેતા છે જે તૃણમૂલ કોંગ્રેસની અરાજકતાથી તંગ આવીને ભાજપમાં સામેલ થયા છે, તેમણે કહ્યુ, મને ઘણી પ્રસન્નતા છે કે એક યુવા નેતા જે બંગાળના રાજકારણમાં મહત્વપૂર્ણ દખલ ધરાવે છે, તે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વ પર વિશ્વાસ વ્યક્ત કરી આજે ભાજપનું સભ્ય પદ લઇ રહ્યા છે.
રાજકીય જીવનની શરૂઆત કોંગ્રેસ પાર્ટીથી કરી
અરિંદમ ભટ્ટાચાર્યને તૃણમૂલ કોંગ્રેસના યુવા અને પ્રભાવશાળી નેતામાં સામેલ કરવામાં આવે છે. જોકે, અરિંદમે પોતાના રાજકીય જીવનની શરૂઆત કોંગ્રેસ પાર્ટીથી કરી હતી. વકીલ અરિંદમ પશ્ચિમ બંગાળ યૂથ કોંગ્રેસના અધ્યક્ષ રહી ચુક્યા છે. તે 2001થી 2017 સુધી કોંગ્રેસમાં હતા, પછી 2017માં તેમણે તૃણમૂલ કોંગ્રેસ જોઇન કરી હતી.
આ પણ વાંચો: મમતાએ નંદીગ્રામથી ચૂંટણી લડવાની કેમ જાહેરાત કરી? BJPને ફેક્યો પડકાર
2016માં કોંગ્રેસ તરફથી TMCના ઉમેદવારને હરાવી બન્યા હતા ધારાસભ્ય
2016 વિધાનસભા ચૂંટણીમાં જ્યારે રાજ્યમાં તૃણમૂલની લહેર હતી ત્યારે અરિંદમે કોંગ્રેસના ઉમેદવાર રહેતા શાંતિપુર બેઠક પર TMCના અજૉય ડેને હરાવ્યા હતા પરંતુ પછી એક વર્ષની અંદર જ તે કોંગ્રેસ છોડીને તૃણમૂલમાં જતા રહ્યા હતા. હવે આ વર્ષે ફરી વિધાનસભા ચૂંટણી યોજાવાની છે. એવામાં માનવામાં આવી રહ્યુ છે કે શાંતિપુર બેઠક પર અરિંદમ ભાજપનો ઝંડો બુલંદ કરી શકે છે.