Gujarat Exclusive > દેશ-વિદેશ > કોલકત્તામાં મહિલા ગાયિકાનું યૌન શોષણ, TMCના નેતા પર લાગ્યા આરોપ

કોલકત્તામાં મહિલા ગાયિકાનું યૌન શોષણ, TMCના નેતા પર લાગ્યા આરોપ

0
440

પશ્ચિમ બંગાળમાં એક મહિલા સિંગરનું બંદૂકની અણીએ યૌન શોષણ કરવાનો મામલો સામે આવ્યો છે. કોલકાતામાં થયેલી આ ઘટનાની બાદ પીડિતાએ પોલીસ ફરિયાદ દાખલ કરી છે. પીડિત મહિલાએ દાવો કર્યો કે, યૌન શોષણ કરનાર વ્યક્તિ સત્તાધારી તૃણમૂલ કોંગ્રેસ સાથે જોડાયેલ છે.\

ઘટના ગુરૂવારે એ સમયે થઈ હતી, જ્યારે મહિલા સ્થાનીક ક્લબ દ્વારા ગણેશ ચતુર્થી માટે આયોજિત કાર્યક્રમમાં હાજરી આપવા ગઈ હતી. પીડિત મહિલાની ઉંમર 25થી 30 વર્ષની વચ્ચે છે. મહિલાને આ કાર્યક્રમમાં ગીતો ગાવા માટે આમંત્રિત કરવામાં આવી હતી.

પોતાની ફરિયાદમાં મહિલાએ જણાવ્યું કે, તેને ગ્રીન રૂમમાં ઓછામાં ઓછા અડધો કલાક સુધી ટોર્ચર કવામાં આવી છે. મારા બધાજ સ્ટાફના એક રૂમમાં જવા માટે મજબુર કરવામાં આવ્યા હતા. જે બાદ આરોપી અને તેના સાથીઓએ બંદૂક બતાવીને મારૂ જાતિય શોષણ કર્યું હતું.

પીડિત મહિલાએ દાવો કર્યો છે કે, શુરૂઆતમાં તે લોકોએ મારા પિતાની સારવાર માટે નાણકીય મદદ કરવાની વાતચીત કરી હતી. પીડિત અનુસાર, તેના પિતા કિડનીની બીમારીથી પીડાઈ રહ્યાં છે.

આ સંબધમાં એક પોલીસ અધિકારીએ જણાવ્યુ કે, અમે આ મામલા વિશે ફરિયાદ મળી છે. જોકે હાલમાં આ મામલે કોઈની પણ ધરપકડ કરવામાં આવી નથી. મામલાની તપાસ કરવામાં આવી રહી છે. યૌન શોષણની ઘટના પર સત્તાધારી પાર્ટી તૃણમૂલ કોંગ્રેસ તરફથી કોઈ પણ પ્રકારની ટિપ્પણી કરવામાં આવી નથી.

તો પીડિત સિંગરે વધુમાં જણાવ્યું કે, જે વિસ્તારમાં આ કાર્યક્રમ યોજાઈ રહ્યો હતો, ત્યાં મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત હતા. કાર્યક્રમમાં મહિલાઓ પણ હાજર હતી. તેણીએ ચીસો પાડવા છતાં પણ કોઈ તેની મદદ માટે આવ્યા નહતા. પોલીસનું કહેવુ છે કે, પીડિત સિંગર પહેલા પણ ઘણી વાર આ ક્લબ તરફથી આયોજિત કાર્યક્રમોમાં ગીતો ગાઈ ચુકી છે. પાછલા વર્ષે આ સિંગરે ક્લબની તરફથી આયોજિત કાર્યક્રમમાં ભાગ લીધો હતો.

‘ચંન્દ્રયાન મિશન’ પર ‘દીદી’એ ઉઠાવ્યા પ્રશ્ન, PM મોદીને લીધા આડેહાથ