Gujarat Exclusive > દેશ-વિદેશ > તબલિગી મરકજ બંધ કમરામાં હોવાથી કોરોના વધ્યો, કુંભમેળો ખુલ્લામાં છે, કોરોના નહીં ફેલાયઃ CM તીરથ સિંહ

તબલિગી મરકજ બંધ કમરામાં હોવાથી કોરોના વધ્યો, કુંભમેળો ખુલ્લામાં છે, કોરોના નહીં ફેલાયઃ CM તીરથ સિંહ

0
103

ઉત્તરાખંડના સીએમની શ્રદ્ધાઃ મા ગંગાની કૃપાથી કોરોના ફેલાશે નહીં

દહેરાદૂનઃ કોરોના મહામારી કેવી રીતે ફેલાય છે? તે અંગે ઉત્તરાખંડના સીએમ તીરથ સિંહ રાવતે પોતાની ફિલસુફી (Tirath Singh Kumbh Astha) જણાવતા કહ્યું કે તબલિગી મરકજની કુંભમેળા સાથે તુલના ન થાય. મરકજ બંધ કમરામાં થયું હોવાથી કોરોના ફેલાયું હતું. પરંતુ કુંભમેળો ખુલ્લામાં થઇ રહ્યો હોવાથી કોરોના નહીં ફેલાય.

તીરથ સિંહ રાવતે કહ્યું કે માં ગંગા અવિરત ધારા છે મા ગંગાના આશીર્વાદ લઇને જશો તો કોરોના ફેલાશે નહીં. અગાઉ સોમવારે સચિવાલયે પત્રકારોને જણાવ્યું હતું કે બીજા શાહી સ્નાનમાં અખાડાના સંત સમાજથી લઇ લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓએ હરિદ્વાર કુંભ 2021માં ડૂબકી લગાવી પુણ્ય કમાવ્યુ.

આ પણ વાંચોઃ COVID Lockdown: કોરોનાની બીજી લહેરનો કહેર, શું તમારા રાજ્યમાં પણ લાગશે લૉકડાઉન?

અમાસે સાંજે 6 વાગ્યા સુધી 28 લાખ લોકોએ શાહી સ્નાન કર્યું

સોમવતી અમાસે શાહી સ્નાન અંગે શ્રદ્ધાળુઓમાં બહુ ઉત્સાહ (Tirath Singh Kumbh Astha) હતો. સવારે 8 વાગ્યા સુધી તો 15 લાખ શ્રદ્ધાળુઓએ સ્નાન કરી લીધું હતું. તે આંકડો સાંજે 6 વાગ્યા સુધી 28 લાખે પહોંચી ગયો.

ઉત્તરાખંડમાં કોરોનામાં 176 ટકાનો ઉછાળો

ઉત્તરાખંડમાં સરકારી આંકડા મુજબ સોમવારે 1334 નવા કેસ નોંધાયા, તે સાથે કુલ સંખ્યા 11,0146 થઇ ગઇ. 8 દર્દીનાં મોત થયા. રાજ્યમાં કુલ મૃતકોની સંખ્યા 1767 થઇ છે. સીએમ તીરથ સિંહે ભલે રાજ્યમાં કોરોના નહીં ફેલાવવાનો દાવો કર્યો હોય. પરંતુ વાસ્તવિક્તા એ છે કે છેલ્લા એક સપ્તાહમાં યુપી, બિહાર અને ઉત્તરાખંડમાં 300 ટકા કોરોનાના કેસો વધી ગયા. ઉત્તરાખંડમાં દર્દીઓની સંખ્યામાં એક દિવસમાં175 ટકાનો વધારો નોંધાયો.

બિહાર-યુપીમાં પણ સંક્રમિત કેસોની સંખ્યા વધી

બિહારમાં 11 એપ્રિલે સંક્રમણના 14,852 નવા કેસ નોંધાયા. જે એક સપ્તાહ પહેલાં 3,422 હતા. ઉત્તર પ્રદેશમાં પણ એક સપ્તાહમાં 62,005 દર્દી નોંધાયા. જે એક સપ્તાહ પહેલાં 16,269 હતા. Tirath Singh Kumbh Astha

આ પણ વાંચોઃ હરિદ્વારમાં કુંભમેળામાં 35 લાખે કર્યું શાહીસ્નાનઃ અનેક સાધુઓ કોરોના પોઝિટિવ

 Follow Gujarat Exclusive on Telegram For Latest News From Gujarat Follow Gujarat Exclusive on WhatsApp For Latest News From Gujarat 

Follow Gujarat Exclusive on Instagram For Latest News From Gujarat  Follow Gujarat Exclusive on Twitter For Latest News From Gujarat