Gujarat Exclusive > યુથ > ઓટો-ટેક > TikTokનું રેટિંગ ડાઉન, YouTube સામેની જંગ પ્લે સ્ટોર પર પહોંચી

TikTokનું રેટિંગ ડાઉન, YouTube સામેની જંગ પ્લે સ્ટોર પર પહોંચી

0
1755

નવી દિલ્હી: શૉર્ટ વીડિયો મેકિંગ એપ્લિકેશન TikTokને મોટો ફટકો પડ્યો છે. આ મોબાઈલ એપ્લિકેશનની રેટિંગ ગૂગલ પ્લે સ્ટોર પર 4.7થી ઘટીને 2 અંક પર પહોંચી ગઈ છે. અગાઉ ટીકટૉક એપની રેટિંગ 5.8 ટકા હતી. જે ત્રણ દિવસમાં જ ઘટીને 4.7 પર પહોંચી હતી.

શું છે કારણ?
TikTokનું રેટિંગ ડાઉન થવાનું કારણ TikTok અને YouTube વચ્ચે ચાલી રહેલા વર્ચ્યૂઅલ ફાઈટને માનવામાં આવી રહી છે. ઉલ્લેખનીય છે કે, હવે આ લડાઈમાં સામાન્ય ઈન્ટરનેટ યુઝર્સ પણ સામેલ થઈ ગયા છે. જે ગૂગલ પ્લે સ્ટોર પર TikTok એપને સતત એક સ્ટાર આપી રહ્યાં છે. આ સાથે જ લોકોને TikTok એપ પર બેન મૂકવાની માંગ કરવામાં આવી રહી છે.

જણાવી દઈએ કે, ગૂગલ પ્લે સ્ટોર પર અત્યાર સુધી 2.42 કરોડ યુઝર્સ TikTok એપની રેટિંગ આપી ચૂક્યાં છે. જેમાં સૌથી વધુ એક સ્ટાર આપનારા યુઝર્સ સામેલ છે. આજ કારણ છે કે, હવે TikTok એપની રેટિંગ પ્લે સ્ટોર પર 2 અંકે પહોંચી ચૂકી છે.

જ્યારે બીજી તરફ TikTok એપ લાઈટને પણ મોટો ફટકો પડ્યો છે. આ એપને પણ એક સ્ટાર મળ્યો છે. હવે આ એપનું રેટિંગ પણ 4.8થી ઘટીને 1 અંક પર પહોંચી ચૂક્યું છે.

શું છે સમગ્ર મામલો?
થોડા દિવસો પહેલા જાણીતા યુટ્યૂબર્સે અનેક TikTok યુઝર્સની મજાક ઉડાવી હતી. જે બાદ કેટલાક TikTok સ્ટાર સામે આવ્યા હતા અને તેમણે TikTokના પોતાના પ્લેટફોર્મ અને કન્ટેન્ટને યુટ્યૂબ કરતાં શ્રેષ્ઠ ગણાવ્યું હતું.

થોડા દિવસોમાં આ વિવાદ એટલો વકરી ગયો કે, ભારતમાં ટોપ યૂટ્યૂબર્સમાં સામેલ કૈરી મિનાતીએ TikTok વિરૂદ્ધ એક રોસ્ટ વીડિયો શેર કર્યો હતો, જેને લોકો દ્વારા ખૂબ જ પસંદ કરવામાં આવ્યો હતો.

આ ઉપરાંત તાજેતરમાં જ જાણીતા ટીકટૉક સ્ટાર ફૈજલ સિદ્દીકીનો એક TikTok વીડિયો વાયરલ થયો હતો. જેમાં ફૈજલ સિદ્દીકી એક યુવતી પર પાણી જેવું કોઈ પ્રવાહી ફેંકે છે. જે વિશે વીડિયોમાં કહેવામાં આવે છે કે, તે એસિડ છે. તે પહેલા યુવતીને ધમકી આપી છે અને પછી આ પ્રવાહી તેના પર રેડી દે છે. વીડિયોના બીજા સીનમાં જ યુવતીનો ચહેર ખરાબ થઈ જાય છે. જે બાદ #BanTikTok ટ્વીટર પર ટ્રેન્ડ કરવા લાગ્યું હતું.

‘એસિડ એટેક’ પર વીડિયો બનાવીને ફસાયો TikTok સ્ટાર ફૈજલ સિદ્દીકી, મહિલા આયોગ કરશે કાર્યવાહી